રિસર્ચ / 85% યુવા ટ્રાવેલર્સ બેંકમાંથી લોન લઇને દેશ-વિદેશમાં ફરી રહ્યા છે

85% of young travelers are taking travel loan from banks for travelling

  • ઘણી કંપનીઓ અને બેંક સસ્તા વ્યાજ દર પર ટ્રાવેલ લોન ઉપલબ્ધ કરાવી રહી છે
  • 30 હજારથી 2.5 લાખ રૂપિયા સુધીની લોન લઇને યુવા દેશ-વિદેશમાં ફરી રહ્યા છે

Divyabhaskar.com

Nov 01, 2019, 03:19 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ લોકો સોશિયલ મીડિયા પર તેમના આકર્ષક ફોટા પોસ્ટ કરવા માટે આખી દુનિયાની મુસાફરી કરી રહ્યા છે અને ટ્રાવેલિંગ પર ભારે ખર્ચ કરી રહ્યા છે. વર્ષ 2011માં બોલીવુડ ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારામાં દર્શાવવામાં આવ્યું હતું કે, ત્રણ યુવકો તેમની મનપસંદ જગ્યાઓની મુલાકાત લેવા નીકળે છે. તેમનો ધ્યેય એ છે કે તેમની પાસે જે સમય છે તેને તેઓ માણે અને જીવે. આજના યુવાનો પણ આ જ ફિલોસોફીને ધ્યાનમાં રાખીને જીવે છે અને જીવનશૈલી પર ખુલ્લેઆમ ખર્ચ કરે છે. આ માટે, ટ્રાવેલ લોન લેવામાં પણ

તેઓ પાછળ નથી. યુવાનોમાં હવે લોનની લોકપ્રિયતા માત્ર જરૂરિયાતો માટે જ નહીં પણ મુસાફરી માટે પણ વધી છે. ટ્રાવેલ લોન સાથે આપવામાં આવતી વિવિધ ઓફર્સને કારણે લોકોમાં જાગૃતિ પણ વધી રહી છે. તેની માગને જોતાં, આજકાલ કોઈપણ વ્યક્તિ સરળતાથી ટ્રાવેલ લોન મેળવી શકે છે.

ટ્રાવેલ લોનની એપ્લિકેશન કોઈપણ સમસ્યા વગર ઝડપથી પ્રોસેસ થઈ જાય છે. તાજેતરમાં જ ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ઇન્ડિયા લેન્ડ્સે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં બહાર આવ્યું છે કે ભારતમાં ફરવા માટે સૌથી વધુ લોન યુવાનો લે છે. રિપોર્ટ અનુસાર, ફરવાના હેતુથી લેવામાં આવતી લોનમાં 55%નો વધારો થયો છે. સર્વેમાં સામે આવ્યું છે કે, 85% ભારતીય યુવાનો લોન પર મુસાફરી કરવાનું પોતાનું સપનું પૂરું કરી રહ્યા છે. આ લોકોએ 30,000થી 2.5 લાખ રૂપિયા સુધીની ફરવા માટેની લોન લીધી છે.

છેલ્લી ઘડીએ લોન લે છે

ઇન્ડિયા લેન્ડ્સના અહેવાલ મુજબ, લોન લેનારાઓ સામાન્ય રીતે એવા દેશોમાં જવાનું પસંદ કરે છે ઓન અરાઇવલની સુવિધા આપે છે. આનું કારણ એ છે કે મોટાભાગના યુવાનો છેલ્લી ઘડીએ હોલીડે માટે લોન લે છે. વિઝા ઓન અરાઇવલની સુવિધા આપનારા દેશોમાં થાઇલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, નેપાળ, માલદીવ અને ભૂટાનનો સમાવેશ થાય છે. આ સિવાય લોકો સસ્તાં હોલીડે ડેસ્ટિનેશન માટે લોન પણ લે છે. યુરોપ, અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ લક્ઝરી હોલીડે મનાવવા માટે યુવાનોમાં લોકપ્રિય છે. આવી લોનમાં લોનની રકમ સામાન્ય રીતે એપ્લિકેશન પછી 24થી 36 કલાક પછી આપી દેવામાં આવે છે અને અને રજા દરમિયાન ખર્ચવામાં આવતી દરેક વસ્તુઓ તેમાં કવર થાય છે.

કેવી રીતે ફાયદો ઉઠાવી શકાય?
ટ્રાવેલ લોન એ એક પર્સનલ લોન છે, જેમાં બેંકો અથવા ફાઇનાન્સ કંપની તમને મુસાફરી ખર્ચ માટે લોનના રૂપમાં પૈસા આપે છે. બેંકો અને નાણાકીય કંપનીઓ દ્વારા બજારમાં નવી-નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં લોન્ચ કરવામાં આવે છે, જેનો ઘણા લોકો લાભ લઈ રહ્યા છે. જો તમે ટ્રાવેલ લોન લેવાની ઇચ્છા ધરાવતા હો તો તેના માટે જાતે જ પ્લાન બનાવો. આ પ્લાનમાં જ્યાં જવા માગતા હો ત્યાં આવવા-જવાનો ખર્ચ ઉમેરો. ત્યારબાદ ઇન્ટરનેટ પર તમારી જરૂરિયાત અનુસાર હોટલ અથવા જે-તે જગ્યા પસંદ કરો. તેનો રફ અંદાજ બનાવો. આ બજેટમાં ત્યાં ખાવા પીવા ઉપરાંત, ખરીદી માટે જરૂરી ખર્ચ ઉમેરો. આ કર્યાં પછી તમને એક ખ્યાલ આવશે કે આ ટૂર માટે તમારે કેટલા પૈસાની જરૂર પડશે અને તમારી પાસે કેટલા પૈસા છે. આવી સ્થિતિમાં, તમારી પાસે જેટલી રકમ ખૂટતી હોય તેની તમે ટ્રાવેલ લોન લઈ શકો છો. આ માટે, તમે ઇન્ટરનેટની મદદથી નીચા વ્યાજ દર, ઝડપી અને સરળ લોન આપતી બેંકો અથવા ફાઇનાન્સ કંપનીઓ ચકાસી શકો છો. આવી લોનની EMI પણ સરળ હોય છે.

X
85% of young travelers are taking travel loan from banks for travelling
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી