લોકડાઉનમાં પોપ્યુલર રહ્યા હતા આ વિઝા:10 સુંદર દેશો જે ઓફર કરે છે ‘ડિજિટલ નોમાડ વિઝા’, જાણો કેવી રીતે અપ્લાય કરી શકો?

9 દિવસ પહેલા
 • કૉપી લિંક

આ જમાનામાં જો તમારી પાસે પ્રબળ ઈચ્છાશક્તિ હોય અને તેનાથી પણ વધુ મજબૂત વાઈ-ફાઈ કનેક્શન હોય તો કંઈપણ શક્ય છે. ‘ડિજિટલ નોમાડ વિઝા એ એક વિચિત્ર વલણ છે જે ઘણા દેશોએ તાજેતરના સમયમાં પસંદ કર્યું છે.

2020-2021માં આપણામાંના મોટાભાગના લોકો કોવિડ-19 રોગચાળા અને તેના પરિણામે થયેલા લોકડાઉનને કારણે ઘરમાં બંધ હતા. ઘરેલું અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો અટકી ગયા હતા અને કાર્યસ્થળમાં ફેરફારોમાં વર્ક-ફ્રોમ-હોમના ઘણા દૃશ્યો સામેલ હતા. જો કે, આ આખી કસરતથી એક વાત સાબિત થઈ ગઈ હતી કે, ઘણું બધું કામ ઘરેથી થઈ શકે છે અને તે માટે જરુરી છે સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટીવાળી કોઈપણ જગ્યા.

ડિજિટલ નોમાડ વિઝા સાથે ઘણા લોકો કે જેમની પાસે એવી નોકરીઓ છે કે, જેનું સંચાલન વિશ્વના કોઈપણ સ્થળેથી કરી શકાય છે, તે હવે ટૂંકાગાળા માટે કોઈ બીજા દેશમાં જવા માટે સક્ષમ છે. વળી, આ વિઝાથી તમે અમુક દેશોમાં સ્ટાર્ટઅપ કે નાના બિઝનેસ શરુ કરી શકો. તો ચાલો આજે આપણે 10 એવા દેશો વિશે જાણીએ કે, જે ‘ડિજિટલ નોમાડ વિઝા’ ઓફર કરી રહ્યા છે પરંતુ, તે પહેલા આપણે ડિજિટલ નોમાડ વિઝા શું છે? અને તેના માટે કેવી રીતે અપ્લાય કરી શકીએ તે જાણીએ.

ડિજિટલ નોમાડ વિઝા શું છે?
ડિજિટલ નોમાડ વિઝા એ એક દસ્તાવેજ છે કે, જે કોઈને તેમના દેશથી દૂર અન્ય દેશમાં કામ કરવાનો કાનૂની અધિકાર આપે છે.

આ વિઝા કેટલા સમય માટે વેલિડ છે?
ટૂરિસ્ટ વિઝા ટૂંકા ગાળા માટે હોય છે, સામાન્ય રીતે તે 3 મહિના સુધીના હોય છે, જ્યારે ‘ડિજિટલ નોમાડ વિઝા’ લાંબા સમય સુધી રહેવાની મંજૂરી આપે છે, ઘણીવાર 1 વર્ષ કે તેથી વધુ સમય માટે.

આ વિઝા પાછળ કેટલો ખર્ચ થાય છે?
ડિજિટલ નોમેડ વિઝાની કિંમત 16,250 થી લઈને 1,62,156 રુપિયા સુધીની હોઈ શકે છે. કેટલાક કેરેબિયન દેશો જેવા કે બાર્બાડોસ, એન્ટિગુઆ અને બાર્બુડા ડિજિટલ નોમેડ વિઝા માટે સૌથી વધુ અરજી ફી ધરાવે છે, જો તમે તમારી આખી ફેમીલી માટે આ વિઝા એપ્લાય કરો છો તો તમારે વિઝા પાછળ 2.5 લાખ સુધીનો ખર્ચ થઈ શકે.

ડિજિટલ નોમાડ વિઝા માટે ઉમેદવાર પાસે શું-શું યોગ્યતા હોવી જરુરી છે?

 • તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
 • તમારી પાસે ચોક્કસ માસિક આવક હોવી આવશ્યક છે (આ રકમ દરેક દેશમાં અલગ-અલગ હોય છે)
 • તમારી પાસે એવી નોકરી હોવી જ જોઇએ જે તમે વિશ્વના કોઈપણ સ્થળેથી કરી શકો.

ડિજિટલ નોમાડ વિઝા એપ્લિકેશન પ્રોસેસ

 • એપ્લિક્શન ફોર્મ ભરો.
 • દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ સાથે મુલાકાત કરો.
 • તમારા દસ્તાવેજો તૈયાર કરો.
 • તમારી એપ્લિકેશન સબમિટ કરો.

કેટલાક દેશો માટે જરૂરી છે કે તમે એપ્લિકેશન ઓનલાઇન ભરો અને પછી તેને પ્રિન્ટ કરો અને તેના પર સહી કરો, જ્યારે અન્ય દેશોએ તમારે દૂતાવાસ અથવા કોન્સ્યુલેટમાં શારીરિક રીતે ફોર્મ ભરવાની જરૂર છે. કૃપા કરીને નોંધ લેશો કે તમારે તમારી અદ્યતન વિગતો સાથે બધી ચોક્કસ માહિતી પૂરી પાડવી પડશે.

ડિજિટલ નોમાડ વિઝા માટેના જરુરી ડોક્યુમેન્ટ્સ

 • ડિજિટલ નોમાડ વિઝા એપ્લિકેશન ફોર્મ
 • તમારો પાસપોર્ટ
 • પાસપોર્ટ સાઈઝ ફોટો
 • હેલ્થ ઈન્શ્યોરન્સનો પુરાવો
 • નાણાકીય આવકનો પુરાવો (તેનો સ્ત્રોત, રકમ, વગેરે)
 • રિમોટ વર્કના પુરાવા (ક્લાયન્ટ્સ, વર્ક કોન્ટ્રાક્ટ, બિઝનેસ લાઇસન્સ)
 • સિવિલ દસ્તાવેજો (જન્મનું પ્રમાણપત્ર, સીવી, લાયકાત, વગેરે)

ડિજિટલ નોમાડ વિઝા અને ટુરિસ્ટ વિઝામાં શું ફરક છે?

ડિજીટલ નોમાડ વિઝાટુરિસ્ટ વિઝા
આ વિઝાની પ્રોસેસમાં મહિનાઓ લાગે છેઆ વિઝાની પ્રોસેસ અમુક અઠવાડિયાની અંદર જ થઈ જાય છે
તે 90 દિવસથી વધુ સમય માટે જારી કરવામાં આવે છેતે સામાન્ય રીતે 30 દિવસ માટે માન્ય હોય છે
તે તમને મુસાફરી અને કામ કરવાની મંજૂરી આપે છેતે તમને ફક્ત મુસાફરી કરવાની મંજૂરી આપે છે
આ વિઝા મેળવવા માટે તમારે નોકરી કરવી પડશેતમારે આ વિઝા માટે નોકરી કરવાની જરૂર નથી

શું ડિજિટલ નોમાડ વિઝા હેઠળ કર ચૂકવવો પડશે?
જો તમે કોઈ દેશમાં ડિજિટલ નોમાડ વિઝા પર હોવ તો તમારે સામાન્ય રીતે તમારા રહેણાંકના દેશમાં ટેક્સ રીટર્ન ફાઇલ કરવું પડે છે. જો કે, તમે કયા દેશમાં કામ કરી રહ્યા છો તેના આધારે આ બદલાય છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે એસ્ટોનિયામાં ડિજિટલ નોમાડ વિઝા છે અને તમે 183 દિવસથી વધુ સમય માટે રહો છો, તો તમને કરપાત્ર નિવાસી માનવામાં આવે છે. બીજી તરફ, કેટલાક દેશોમાં ડિજિટલ નોમાડ વિઝા હેઠળ આવતા લોકો માટે એક વર્ષની કરમુક્તિ છે. તમારે તમારા યજમાન દેશ સાથે પહેલેથી જ તપાસ કરવી પડશે.

ડિજિટલ નોમાડ વિઝા સાથે હું કયા પ્રકારનું કામ કરી શકું?
ડિજિટલ નોમાડ વિઝા સાથે વિદેશમાં ફરતા લોકો મોટાભાગે નીચેના કામ સાથે સંકળાયેલા હોય છે.

 • કન્ટેન્ટ ક્રિએટર્સ
 • વેબસાઇટ ડેવલપર
 • સોશિયલ મીડિયા માર્કેટર
 • ડિજિટલ ઑન્ટ્રપ્રનર

આ વિઝા સાથે તમે કયા-કયા દેશમાં જઈ શકો છો?
આ વિઝા સાથે તમે જર્મની, ગ્રીસ, આઈસલેન્ડ, ઈન્ડોનેશિયા, માર્ટિયસ, પોર્ટુગલ, ધ બહામાસ, નોર્વે, સ્પેન અને સીઝેક રિપબ્લીક જેવા દેશોમાં જઈ શકો છો.