રેસિપીઃબાનવો એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ચિલી પોટેટો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

 • 3 નંગ બટાકા
 • 3 ચમચી સમારેલી કોથમીર
 • 2-3 નંગ સમારેલાં મરચાં
 • 1 ચમચી આદુંની પેસ્ટ
 • 4 ચમચી કોર્નફ્લોર
 • 2 ચમચી ટમેટો સોસ
 • 1 ચમચી સોયા સોસ
 • 1/2 ચમચી ચિલી સોસ ,
 • 1 ચમચી વિનેગર
 • 1/2 ચમચી ચિલી ફ્લેક્સ
 • મીઠું - સ્વાદ મુજબ
 • 1/2 ચમચી ખાંડ
 • સૌ પ્રથમ બટાકાને ધોઇ, છોલીને તેની લાંબી ચિપ્સ સમારો.
 • ત્યારબાગ આ ચિપ્સને કોર્નફ્લોરમાં સારી રીતે મિક્સ કરો. તે પછી તેલ ગરમ કરી તેમાં આ ચિપ્સને બ્રાઉન રંગના તળી લો.
 • તેને છાપાં કે બ્રાઉન પેપર પર કાઢો જેથી વધારાનું તેલ શોષાઇ જાય. હવે બીજી કડાઇમાં બે ચમચા તેલ ગરમ કરી તેમાં આદુંની પેસ્ટ અને મરચાંનાનો વઘાર કરો.
 • ત્યારબાદ તેમાં ચિલી સોસ, ટમેટો સોસ, સોયા સોસ મિક્સ કરો.
 • બાદમાં કોર્નફ્લોરને પાણીમાં ઘોળી તેને આ મસાલામાં ભેળવો. તે પછી સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખો.
 • એકાદ-બે મિનિટ પછી તેમાં તળેલા બટાકાની ચિપ્સ નાખી ચિલી ફ્લેક્સ નાખી હલાવો. છેલ્લે સમારેલી કોથમીર ભભરાવી પરોઠાં સાથે સર્વ કરો. તો તૈયાર છે ચિલી પોટેટો.
અન્ય સમાચારો પણ છે...