સૂંઠના લાડુ / રેસિપીઃ શિયાળામાં સૂંઠના લાડુ શરદી જ નહીં બીજી અન્ય બીમારીથી બચાવશે

Recipes: Not only winter but winter will save you from other illnesses ginger laddu

Divyabhaskar.com

Jan 11, 2020, 08:15 PM IST
રેસિપીઃ શિયાળામાં સ્વસ્થ રહેવા માટે ખાવ સૂંઠના લાડુ. આ લાડવા ઠંડીમાં પૌષ્ટિક અને ગુણકારી છે. શરદી-ઉધરસ જેવી બીમારીઓ પણ નથી થતી અને શરીર એકદમ તદુંરસ્ત રહે છે. તો બનાવો ફટાફટ સૂંઠના લાડુ.
સામગ્રી
 • સૂંઠ - 25 ગ્રામ
 • ગોળ - 250 ગ્રામ
 • કોપરાનું છીણ - 50 ગ્રામ
 • ઘઉંનો લોટ - 100 ગ્રામ
 • ઘી - અડધો કપ
 • બદામ - પા કપ
 • ગુંદર - પા કપ
 • પિસ્તાં - 10-12 નંગ
બનાવવાની રીત :
 • ગુંદરનો અધકચરો ભૂકો કરો. બદામને મિક્સરમાં ક્રશ કરો. પિસ્તાંની બારીક ચીરીઓ કરો. એક કડાઇમાં ઘી ગરમ કરો.
 • તેમાં ગુંદરને ધીમી આંચે સાંતળો જેથી તે સારી રીતે ફૂલી જાય. આ સાંતળેલા ગુંદરને અલગ પ્લેટમાં કાઢી લો.
 • વધેલા ઘીમાં ઘઉંના લોટને મધ્યમ આંચે આછા બદામી રંગનો શેકો. તેને પણ અલગ પ્લેટમાં કાઢી લો. હવે કડાઇમાં બે ચમચી ઘી નાખી તે ઓગળે એટલે તેમાં સૂંઠનો પાઉડર નાખી ધીમી આંચે એકાદ મિનિટ શેકો અને તેને શેકેલા લોટમાં જ કાઢી લો.
 • સાંતળેલો ગુંદર ઠંડો થાય એટલે તેને વેલણથી વણીને ભૂકો કરો. હવે કડાઇમાં ગોળનો ભૂકો નાખી તે ઓગળે એટલે આંચ પરથી ઉતારી લો.
 • તેમાં લોટ, સૂંઠનો પાઉડર, ગુંદર, બદામનો પાઉડર, કોપરાનું છીણ અને પિસ્તાંની ચીરીઓ ઉમેરી સારી રીતે ભેળવો. મિશ્રણ સહેજ ગરમ હોય ત્યારે જ તેમાંથી લાડુ વાળો.
X
Recipes: Not only winter but winter will save you from other illnesses ginger laddu

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી