પંજાબી પિન્ની / રેસિપીઃશિયા‌ળામાં શરીરને તદુંરસ્ત રાખવા માટે જરૂરથી બનાવો પંજાબી પિન્ની

Recipes: Make Punjabi Pinni Ladoo must in order to keep the body healthy in Asia

Divyabhaskar.com

Jan 07, 2020, 08:09 PM IST

રેસિપી ડેસ્ક. શિયાળાની ઠંડી શરૂ થાય કે તરત જ ગરમ મસાલા, તેજાના, સૂકો મેવો અને ઘી-ગોળથી ભરપૂર વસાણાં બનાવવાની શરૂઆત થઈ જાય છે. શિયાળામાં વસાણાં ખાવાથી આખું વર્ષ શરીર તદુંરસ્ત રહે છે. તો તમે પણ બનાવો વસાણાંમાં પંજાબી પિન્ની.

સામગ્રી

 • ઘઉંનો લોટ - 2 કપ
 • બૂરું ખાંડ - 2 કપ
 • ઘી - સવા કપ
 • બદામ - અડધો કપ
 • કાજુ - અડધો કપ
 • કોપરાનું છીણ - અડધો કપ
 • સક્કરટેટીના બી - અડધો કપ
 • ગુંદર - પા કપ
 • એલચીનો ભૂકો - 1 ચમચી

બનાવવાની રીત :

 • કડાઇમાં ઘી ગરમ કરી તેમાં ગુંદરને ધીમી આંચે આછા બદામી રંગનો સાંતળો. તે પછી તેને એક પ્લેટમાં કાઢી લો. વધેલા ઘીમાં બદામને ધીમી આંચે તેનો રંગ સહેજ બદલાય ત્યાં સુધી સાંતળો.
 • બે મિનિટ પછી તેને પણ અલગ પ્લેટમાં કાઢો. એ જ રીતે કાજુને પણ સાંતળીને કાઢી લો. હવે સક્કરટેટીના બીને કોરા જ શેકી લો. કોપરાના છીણને પણ શેકી લો. તે પછી ઘીવાળી કડાઇમાં અડધો કપ ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ નાખી તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી શેેકીને આંચ પરથી ઉતારી લો. તેને હલાવતાં રહો જેથી તે દાઝી ન જાય.
 • સાંતળેલો ગુંદર ઠંડો થાય એટલે તેનો ભૂકો કરો. એ જ રીતે કાજુ-બદામનો પણ ભૂકો કરો. થોડા કાજુ આખા કાઢી લો. એક બાઉલમાં ગુંદર, કાજુ, બદામ, સક્કરટેટીના બી, કોપરાનું છીણ અને લોટ નાખી સારી રીતે મિક્સ કરો.
 • જો મિશ્રણ કોરું લાગતું હોય તો તેમાં વધેલું ઘી ભેળવો.
 • તે સાથે એલચીનો ભૂકો પણ મિક્સ કરો. પિન્નીનું મિશ્રણ તૈયાર છે. આમાંથી થોડું મિશ્રણ હાથમાં લઇ ગોળ વાળીને સહેજ દબાવી દો.
 • બધી પિન્ની તૈયાર થાય એટલે દરેક પર એક-એક કાજુ દબાવો. સેટ થઇ જાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી લો.
.
X
Recipes: Make Punjabi Pinni Ladoo must in order to keep the body healthy in Asia

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી