તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રેસિપીઃશિયાળામાં બનાવો હેલ્ધી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ

8 મહિનો પહેલા
 • કૉપી લિંક

 • મેંદો - દોઢ કપ
 • સમારેલી કોબીજ - 1 કપ
 • પનીરનો ભૂકો - 100 ગ્રામ
 • સમારેલાં મરચાં - 1-2 નંગ
 • આદુંનું છીણ - 1 ચમચી
 • મરીનો ભૂકો - પા ચમચી
 • મરચું - પા ચમચી
 • સોયા સોસ - 1 ચમચી મીઠું - સ્વાદ મુજબ
 • તેલ - જરૂર પૂરતું
 • મેંદામાં દોઢ કપ પાણી ભેળવી પાતળું ખીરું તૈયાર કરી લગભગ એક કલાક માટે ઢાંકીને રાખી મૂકો. આના લીધે ખીરામાં થોડો આથો આવી જાય.
 • પેનમાં એક ચમચો તેલ ગરમ કરો. તેમાં સમારેલાં લીલાં મરચાં, આદુંનું છીણ, કોબીજ અને પનીરનો ભૂકો નાખીને એક મિનિટ સાંતળો. તે પછી મરીનો પાઉડર, મરચું, સોયા સોસ અને મીઠું ભેળવી મિક્સ કરીને આંચ પરથી ઉતારી લો.
 • તેને ઠંડું થવા દો. હવે નોનસ્ટિક લોઢી ગરમ કરી તેના પર એક ચમચી તેલ લગાવો. હવે લોઢી પર કપડું કે પેપર નેપ્કિન ફેરવો જેથી ખીરું તેના પર ચોંટે નહીં.
 • લોઢી સહેજ ગરમ થાય ત્યારે તેના પર મેંદાનું ખીરું એક ચમચો લઇ ઢોસાની જેમ પાતળું પાથરો. તેને બંને બાજુએ તેલ લગાવી સહેજ શેકો.
 • આછા બ્રાઉન રંગ થાય એટલે તેના પર સ્ટફિંગ મૂકી અને આ ઢોસાને અંદરની તરફ વાળો. તે પછી બાકીના ભાગને વાળીને રોલ બનાવો. બધા રોલ તૈયાર કર્યા બાદ તેને શેલો ફ્રાય કરો અથવા તેલ મૂકી બદામી રંગના સાંતળી લો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો