સાબુદાણાની ખીચડી / રેસિપીઃઉપવાસમાં ઘરે બનાવી ખાવ ફરાળી સાબુદાણાની ખીચડી

Recipes: Make homemade Sabudana Khichadi at home

Divyabhaskar.com

Oct 01, 2019, 12:02 PM IST

રેસિપી ડેસ્ક. નવરાત્રી શરૂ થઈ ગઈ છે. ત્યારે માતાજીના અનેક ભક્તો આ દિવસો દરમિયાન ઉપવાસ કરતાં હોય છે. આજે ત્રીજું નોરતું છે તો ઘરે જ બનાવો સાબુદાણાની ખીચડી.

સામગ્રી:

 • 1 કપ સાબુદાણા
 • 2 ચમચી તેલ
 • 1 ચમચી જીરૂ
 • બાફેલા બટેટા
 • મીઠું અથવા સિંધવ સિંધવ મીઠું , સ્વાદાનુસાર
 • 1/2 કપ શેકેલી મગફળી
 • 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર
 • 2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં
 • કડીપત્તા
 • 2 ચમચી લીંબુનો રસ
 • 2 ચમચી સાકર

બનાવવાની રીતઃ

 • એક બાઉલમાં સાબુદાણા સાથે 3/4 કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લીધા પછી સાબુદાણાને ૨ કલાક પલાડી રાખો
 • એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરો.
 • ત્યારબાદ તેમાં તેમાં બટાટા, સાબુદાણા, મીઠું, મગફળી, કોથમીર, લીલા મરચાં, કડીપત્તા, લીંબુનો રસ અને સાકર નાખીને સારી રીતે મિક્સ કરીને ધીમા તાપે
 • મિનિટ સુધી ચઢવા દો. તો તૈયાર છે સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી.
X
Recipes: Make homemade Sabudana Khichadi at home
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી