ચીઝ સ્ટફ્ડ ચિલી / રેસિપીઃઆજે ઘરે બનાવો તીખા અને ચટપટી ચીઝ સ્ટફ્ડ ચિલી

Recipes: Make homemade chili and steamed cheese stuffed chile today

Divyabhaskar.com

Sep 26, 2019, 04:27 PM IST

રેસિપી ડેસ્ક. તીખી અને ચટપટી વાનગીઓ ખાવાનો શોખ હોય તો મરચાંની બનાવેલી આ વાનગીઓ તમને જરૂરથી ભાવશે. જે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. ચીઝ સ્ટફ્ડ ચિલી બનાવવા માટે વધારે સમય પણ નહીં લાગે. તો આજે ઘરે બનાવો સ્ટફ્ડ ચિલી.

સામગ્રી

 • 4 નંગ વઢવાણી મરચાં
 • 1/2 કપ છીણેલું ચીઝ
 • 1/2 ચમચી મરચું ,
 • 1 ચમચી આમચૂર
 • 1/2 ચમચી હળદર
 • મીઠું - સ્વાદ મુજબ
 • પાણી
 • 1/5 કપ ચણાનો લોટ
 • 1/5 કપચોખાનો લોટ
 • ચપટી હિંગ
 • ચપટી ખાવાનો સોડા
 • તેલ - તળવા માટે

બનાવવાની રીત

 • મરચાંને વચ્ચેથી કાપીને તેમાંથી બી કાઢી નાખો. એક બાઉલમાં એક ચમચી મરચું, અડધી ચમચી હળદર, આમચૂર, મીઠું અને પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો.
 • ત્યારબાદ પેસ્ટને મરચાંની અંદર ભરી તેમાં ચીઝનું છીણ ભરો.
 • બીજા બાઉલમાં ચણાનો અને ચોખાનો લોટ, હિંગ, સોડા, અડધી ચમચી તેલ, 1 ચમચી હળદર, મીઠું અને થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
 • કઢાઇમાં તેલ ગરમ કરો. એક પ્લેટમાં થોડો મેંદો લઇ મરચાંને તેમાં રગદોળી મરચાંને ચણાના લોટના ખીરામાં ડિપ કરી તળી લો. તો તૈયાર છે ચીઝ સ્ટફ્ડ ચિલી તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો.
X
Recipes: Make homemade chili and steamed cheese stuffed chile today
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી