દિલરુબા રાઈસ / રેસિપીઃદિવાળીમાં મહેમાનો માટે ઘરે બનાવો સ્વાદિષ્ટ અને અલગ વાનગી દિલરુબા રાઈસ

Recipes: Make DeliRuba Rice a delicious and different dish at home for guests in Diwali

Divyabhaskar.com

Oct 23, 2019, 05:58 PM IST
રેસિપીઃ દિવાળીમાં ઘરે જ બનાવો અવનવી વાનગીઓ. ઘરે આવેલા મહેમાનોમે અચૂકથી ભાવશે. જીરા રાઈસ ખાધા હશે પણ દિવાળીમાં ટ્રાય કરો દિલરુબા રાઈસ. જે ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. તમારા ઘરે આવેલા મહેમાનોને જરૂરથી પસંદ આવશે. તેને બનાવવા માટે વધારે સમય પણ નહીં લાગે. તો નોંધી લો ફટાફટ દિલરુબા રાઈસ બનાવવાની રીત.
સામગ્રીઃ
 • 4 કપ તૈયાર ભાત - ,
 • 1 નંગ સમારેલું કેપ્સિકમ -
 • 1 નંગ સમારેલુ ગાજર
 • 100 ગ્રામ પાલક -
 • 1 કપ મકાઇના દાણા
 • અડધો કપ પનીરનો ભૂકો
 • 1/2 ચમચી ગરમ મસાલો
 • 1/2 ચમચી મરીનો ભૂકો
 • મીઠું - સ્વાદ મુજબ
 • 4 ચમચી ઘી

બનાવવાની રીત :

 • એક પેનમાં મધ્યમ આંચે ઘી ગરમ કરો. તેમાં સમારેલી પાલકને અડધી મિનિટ સાંતળો. તે પછી સમારેલાં ગાજર અને કેપ્સિકમ નાખી મિક્સ કરો. મકાઇના દાણા નાખી થોડી મિનિટ સુધી હલાવો.
 • છેલ્લે તૈયાર ભાત ઉમેરીને હલાવીને મિક્સ કરો. મીઠું, મરીનો ભૂકો અને ગરમ મસાલો ભેળવી થોડી વાર હલાવતાં રહી તેને સીઝવા દો.
 • આ તૈયાર દિલરુબા રાઇસ પર પનીરના ભૂકાથી સજાવટ કરો. રાયતા કે કરી સાથે તેનો સ્વાદ માણો.
X
Recipes: Make DeliRuba Rice a delicious and different dish at home for guests in Diwali
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી