મૈસૂરી મોરૈયો / રેસિપીઃઆજે ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ મૈસૂરી મોરૈયો

Recipes: Make delicious Mysore Morayou in fasting today

Divyabhaskar.com

Oct 02, 2019, 11:09 AM IST

રેસિપી ડેસ્ક. ઘણા લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. આ દરમિયાન લોકો વિવિધ ફરાળી વાનગીઓ ખાય છે. નવેનવ દિવસ એકની એક વાનગી ખાવાની ગમતી નથી. આજે બનાવો મૈસૂરી મોરૈયો.

સામગ્રી

 • 1 કપ મોરૈયો
 • 1/2 કપ દહીં
 • 2 ચમચા ઘી
 • 1 ચમચી જીરું
 • 4-5 પાન લીમડો
 • 5 નંગ મરી
 • કોપરાનું છીણ - જરૂર મુજબ
 • સંચળ અને મરીનો ભૂકો - જરૂર મુજબ
 • એક આખું લાલ મરચું
 • 5-6 નંગ તળેલા કાજુ

બનાવવાની રીત :

 • મોરૈયાને ધોઇને પંદર મિનિટ પલાળી રાખો. હવે એક તપેલીમાં ઘી ગરમ કરી તેમાં લાલ મરચાં, લીમડો, મરી અને જીરાંનો વઘાર કરો.
 • હવે તેમાં મોરૈયો નાખીને બે-ત્રણ મિનિટ હલાવો. જરૂર પૂરતું પાણી રેડી મોરૈયો ચડવા દો.
 • બરાબર તૈયાર થઇ જાય એટલે તેમાં વલોવેલું દહીં, સંચળ, મરીનો ભૂકો અને કોપરાનું છીણ નાખી ત્રણ-ચાર મિનિટ ખદખદવા દો. તેને સર્વિંગ પ્લેટમાં કાઢી
 • તેના પર તળેલા કાજુથી સજાવી સર્વ કરો.
X
Recipes: Make delicious Mysore Morayou in fasting today
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી