રાઇસ ટિક્કા / રેસિપીઃઓછા સમયમાં બનાવો સ્વાદિષ્ટ રાઇસ ટિક્કા

Recipes: Make Delicious MASALA Rice Tips in Little Time

Divyabhaskar.com

Jan 12, 2020, 06:43 PM IST

રેસિપીઃ પનીર ટિક્કાનું શાક તો તમે બધાએ ખાધું હશે પણ હવે ટ્રાઈ કરો રાઈસ ટિક્કા. તે ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો.

સામગ્રીઃ

 • ભાત - 2 વાટકી
 • ચોખાનો લોટ - અડધી વાટકી
 • મીઠું - સ્વાદ મુજબ
 • બેકિંગ સોડા - પા ચમચી
 • દહીં - 1 વાટકી
 • ચાટ મસાલો - અડધી ચમચી
 • ચણાનો શેકેલો લોટ - 1 ચમચો
 • હળદર - અડધી ચમચી
 • મરચું - અડધી ચમચી
 • ફુદીનાનો પાઉડર - અડધી ચમચી
 • આદું-લસણની પેસ્ટ - અડધી ચમચી
 • શેકેલા જીરાનો પાઉડર - અડધી ચમચી
 • મરીનો પાઉડર - અડધી ચમચી
 • માખણ - 2 ચમચી
 • સમારેલું કેપ્સિકમ - 1 નંગ
 • સમારેલી ડુંગળી - 1 નંગ
 • સમારેલું ટમેટું - 1 નંગ


બનાવવાની રીત :

 • એક બાઉલમાં તૈયાર ભાત, ચોખાનો લોટ, મીઠું અને સોડા મિક્સ કરો.
 • થોડું-થોડું પાણી ઉમેરતાં જઇ નરમ કણક બાંધો. હવે આ કણકના પનીર જેવા ચોરસ ટુકડા બનાવો.
 • એક તપેલીમાં પાણી ગરમ કરો. તેમાં થોડું તેલ ગરમ કરી પછી ચોખાના આ ટુકડા નાખી મધ્યમ આંચે બફાવા દો.
 • આઠ-દસ દિવસ પછી તેને કાઢી પાણી નિતારી લો.
 • બાઉલમાં પનીરના ટુકડા, ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ અને તમામ મસાલા મિક્સ કરી ફ્રીજમાં આને દસ-પંદર મિનિટ રહેવા દો.
 • તે પછી એક સળિયામાં ભરાવી ગરમ લોઢી પર માખણ લગાવી ચારે તરફથી શેકો. ટિક્કાને લીલી ચટણી અને સલાડ સાથે સર્વ કરો.
X
Recipes: Make Delicious MASALA Rice Tips in Little Time

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી