મખમલી પનીર / રેસિપીઃનવરાત્રીમાં ફરાળી વાનગીઓમાં બનાવો સ્વાદિષ્ટ મખમલી પનીર

Recipes: Make delicious makhamali paneer in Navratri recipes

Divyabhaskar.com

Oct 03, 2019, 11:07 AM IST

રેસિપી ડેસ્ક. નવરાત્રી ચાલી રહી છે. આજે પાંચમા નોરતે બનાવો મખમલી પનીર. જે ખાવામાં લાગશે એકદમ સ્વાદિષ્ટ. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. આજે ઉપવાસમાં બનાવો મખમલી પનીર.

સામગ્રી

 • 200 ગ્રામ પનીરના ટુકડા
 • 1 કપ ટમેટાંની પ્યોરી
 • 1 ચમચી આદું-મરચાંની પેસ્ટ
 • 1 ચમચી, મરચું
 • 1/2 ચમચી કાજુની પેસ્ટ
 • 2 ચમચા, ક્રીમ/મલાઇ
 • ઘી - 2 ચમચા
 • 1 ચમચી જીરાનો ભૂકો
 • 1 ચમચી ધાણા પાઉડર
 • 1 ચમચી હળદર
 • અડધી ચમચી ગરમ મસાલો
 • મીઠું - સ્વાદ મુજબ
 • 2 ચમચા માવો
 • તેલ - તળવા માટે

બનાવવાની રીત :

 • પનીરને તેલમાં બ્રાઉન રંગનું તળીને અલગ કાઢી લો. હવે પેનમાં ઘી ગરમ કરી તેમાં આદું-મરચાંની પેસ્ટ સાંતળો.
 • ત્યારબાદ તેમાં ટમેટાંની પ્યોરી, મીઠું, મરચું, હળદર, ધાણા પાઉડર અને જીરાનો પાઉડર નાખી હલાવો.
 • જ્યારે મિશ્રણ ચોંટતું બંધ થાય ત્યારે તેમાં કાજુની પેસ્ટ અને માવો મિક્સ કરી ફરી બે મિનિટ સાંતળો. હવે એક કપ પાણી રેડી એક ઊભરો આવે ત્યાં સુધી રહેવા
 • દો. છેલ્લે પનીર અને ક્રીમ ભેળવી આંચ પરથી ઉતારી લો.
X
Recipes: Make delicious makhamali paneer in Navratri recipes
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી