બ્રેડ ભાજી / રેસિપીઃશિયાળામાં બનાવો સ્વાદિષ્ટ બ્રેડ ભાજી

Recipes: Make delicious bread bhaji in winter

Divyabhaskar.com

Jan 22, 2020, 07:34 PM IST

રેસિપી ડેસ્ક. શિયાળામાં પાલકની ગરમાગરમ ભાજી ખાવાની મજા જ અનેરી છે. સામાન્ય રીતે આલુ-પાલક તો બધાં ખાય છે અને ઘણાં પાલકની ભાજીમાં મગની દાળ બનાવે છે. કંઇક અલગ ખાવા ઇચ્છતાં હો, તો બનાવો બ્રેડ ભાજી. આપણે પાઉભાજી તો ઘણીબધી વખત બનાવતા હોઈએ તો પણ હવે બનાવો બ્રેડ ભાજી.
સામગ્રી

 • સમારેલી કોબીજ - 1 કપ
 • સમારેલું ગાજર - 1 નંગ
 • સમારેલું કેપ્સિકમ - 1 નંગ
 • બાફેલું બટાકું - 1 નંગ
 • સમારેલી પાલક - 250 ગ્રામ
 • ઘી - 1 ચમચો
 • તેલ - 1 ચમચો
 • સમારેલું ટામેટું - 1 નંગ
 • આદું-લસણની પેસ્ટ - 1 ચમચી
 • સમારેલી ડુંગળી - 1 નંગ
 • પાઉંભાજીનો મસાલો - 2 ચમચી
 • સમારેલી લીલી ડુંગળી - અડધો કપ
 • સમારેલી કોથમીર - પા કપ
 • વટાણા - અડધો કપ
 • મીઠું - સ્વાદ મુજબ

બનાવવાની રીત :

 • પાલકને ગરમ પાણીમાં નાખી સાત-આઠ મિનિટ રાખીને ઠંડા પાણીમાં બે-ત્રણ મિનિટ માટે રાખો. પછી તેને ક્રશ કરીને પેસ્ટ બનાવો.
 • ઘી અને તેલને ભેળવીને ગરમ કરો. તેમાં ડુંગળી નાખીને થોડી વાર સાંતળો.
 • તે પછી આદું-લસણની પેસ્ટ નાખી સાંતળો. સમારેલાં કેપ્સિકમ, ગાજર, વટાણા, લીલી ડુંગળી, બાફીને સમારેલું બટાકું, કોથમીર બધું વારાફરતી મિક્સ કરતાં જઇ તેજ આંચે એક મિનિટ સાંતળો. હવે બે મિનિટ માટે ઢાંકણું ઢાંકીને રાખો.
 • તે પછી પાલક ભેળવી બે મિનિટ રહેવા દો અને પછી ચમચા અથવા મેશરથી તેને મેશ કરો.
 • પાઉંભાજીનો મસાલો નાખી ધીમી આંચે વધુ ચાર-પાંચ મિનિટ તેને ખદખદવા દો. હવે બ્રાઉન બ્રેડને શેકી તૈયાર ભાજી સાથે ખાવ.
X
Recipes: Make delicious bread bhaji in winter
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી