મસાલા લચ્છા પરોંઠા / રેસિપીઃઠંડીમાં બનાવો ચટાકેદાર ગરમાગરમ મસાલા લચ્છા પરોંઠા

Recipes Make chilled hot masala lachhcha paratha

Divyabhaskar.com

Dec 28, 2019, 07:44 PM IST
રેસિપી ડેસ્ક. તમે આલુ પરોંઠા તો ખાધા હશે પણ હવે ટ્રાય કરો મસાલા લચ્છા પરોંઠા. જે ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો. ગુલાબી ઠંડીમાં નાસ્તામાં બનાવો ઘરે જ મસાલા લચ્છા પરોંઠા.
સામગ્રી
 • વાટેલા લાલ મરચાં - 1 ચમચી
 • વરિયાળીનો ભૂકો - 1 ચમચી
 • લીલો ફુદીનો - 20 ગ્રામ
 • લોટ - 120 ગ્રામ
 • મેંદો - 120 ગ્રામ
 • સૂકો ફુદીનો - 5 ગ્રામ
 • મીઠું - સ્વાદ મુજબ
 • જીરાં પાઉડર - 2 ચમચી
 • ચાટમસાલો - 1 ચમચો
 • ઘી - જરૂર મુજબ
 • ગરમ કરેલું ઘી - 100 ગ્રામ (મોણ માટે)
બનાવવાની રીત :
 • સૌપ્રથમ એક બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, ગરમ ઘી, મીઠું, તાજો ફુદીનો અને જરૂર પૂરતું પાણી લઇ સહેજ કઠણ કણક બાંધો. તેને ઢાંકીને રહેવા દો.
 • હવે બીજા બાઉલમાં લાલ મરચાંની પેસ્ટ, વરિયાળીનો ભૂકો, મીઠું, જીરાં પાઉડર, ચાટ મસાલો અને સૂકો ફુદીનો મિક્સ કરો.
 • તૈયાર કણકમાંથી લૂઆ બનાવી તેની સહેજ જાડી રોટલી વણો. તેના ઉપરના ભાગ પર ઘી લગાવો અને મસાલાનું મિશ્રણ પાથરો.
 • આ રોટલીને વાળી દઇ, તેમાંથી લૂઆ લો અને પોચા હાથે વણો.
 • આ મસાલા પરોંઠાને ઘી મૂકીને બંને બાજુએ બ્રાઉન રંગના થાય એ રીતે શેકી લો. તેના પર મસાલો ભભરાવીને પંજાબી શાક સાથે સર્વ કરો.
X
Recipes Make chilled hot masala lachhcha paratha

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી