જામફળની ચટણી / રેસિપીઃશિયાળામાં આ રીતે બનાવો ચટપટી જામફળની ચટણી

Recipes: Make a spoonful of Jamfal Chatni in the winter

Divyabhaskar.com

Feb 08, 2020, 07:54 PM IST

રેસિપી ડેસ્ક. અત્યાર સુધી આપણે કાકડી સલાડ કે રાયતું બનાવીને ખાધી છે. પણ હવે કંઈક અલગ બનાવો. શિયાળામાં જામફળની સિઝન હોય છે. તમે લસણની ચટણી કોથમીરની ચટણી તો ખાધી હશે તો હવે ટ્રાય કરો જામફળની ચટણી, જેને બનાવવા માટે વધારે સમય પણ નહીં લાગે.


સામગ્રી

 • જામફળ -2 નંગ
 • મેથીનો પાઉડર - અડધી ચમચી
 • રાઇ - અડધી ચમચી
 • મીઠું - સ્વાદ મુજબ
 • આખા લાલ મરચાં - 4 નંગ
 • જીરું - અડધી ચમચી
 • હિંગ - ચપટી
 • લીંબુનો રસ - 1 ચમચી
 • તેલ - 2 ચમચી

બનાવવાની રીત :

 • જામફળના બિયાં કાઢી લઇ નાના ટુકડા સમારો. આખા લાલ મરચાંને ગરમ પાણીમાં પલાળો.
 • મિક્સરની જારમાં જામફળના ટુકડા, મીઠું, મરચું અને લીંબુનો રસ નાખી બારીક ક્રશ કરો.
 • હવે તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું અને હિંગનો વઘાર કરો. આને ચટણી પર રેડો અને સર્વ કરો.
X
Recipes: Make a spoonful of Jamfal Chatni in the winter
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી