રાજસ્થાની સ્ટફ્ડ ચિલી / રેસિપીઃચટપટી વાનગીઓ ખાવાનો શોખ હોય તો બનાવો રાજસ્થાની સ્ટફ્ડ ચિલી

Recipes If you are fond of eating sticky recipes, make Rajasthani Stuffed Chile

Divyabhaskar.com

Oct 09, 2019, 11:24 AM IST

રેસિપી ડેસ્ક. તીખી અને ચટપટી વાનગીઓ ખાવાનો શોખ હોય તો તમને રાજસ્થાની સ્ટફ્ડ ચિલી ચોક્કસ ભાવશે. જે બનાવવામાં પણ એકદમ સરળ છે. તો આજે જ ઘરે બનાવો રાજસ્થાની સ્ટફ્ડ ચિલી.
સામગ્રી

 • 6 નંગ વઢવાણી મરચાં
 • 1 નંગ સમારેલી ડુંગળી
 • 1 કપ ચણાનો લોટ
 • 1/2 ચમચી હળદર
 • 1 ચમચી મરચું
 • 1 ચમચી વરિયાળી
 • 1/2 ચમચી ગરમ મસાલો
 • 1 ચમચી આદું-લસણની પેસ્ટ
 • 3 ચમચા સરસિયું
 • 1/2 કપ પાણી
 • મીઠું સ્વાદ મુજબ

બનાવવાની રીત :

 • ચણાના લોટને કડાઇમાં બ્રાઉન રંગનો શેકો અને પછી અલગ કાઢી લો. બે ચમચા તેલ ગરમ કરી તેમાં વરિયાળી, જીરું અને રાઇનો વઘાર કરો. તેમાં આદું-લસણની પેસ્ટ નાખી સાંતળો.
 • ત્યારબાદ ડુંગળીને પણ સાંતળો. આમાં ચણાનો શેકેલો લોટ, હળદર, મરચું, મીઠું અને ગરમ મસાલો નાખી થોડી વાર સાંતળો.
 • પછી તેને અલગ કાઢીને ઠંડું થવા દો. વઢવાણી મરચાંને વચ્ચે કાપ મૂકીને તેમાંથી બી કાઢી નાખો અને તેમાં મીઠું લગાવો.
 • તેમાં ચણાના લોટનું સ્ટફિંગ ભરો. હવે કઢાઈમાં એક ચમચો તેલ ગરમ કરી તેમાં એક-એક મરચું નાખો અને તેને ઢાંકી ત્રણ મિનિટ રહેવા દો.
 • તે પછી ઢાંકણું ખોલીને ફેરવીને સીઝવા દો. તો તૈયાર છે રાજસ્થાની સ્ટફ્ડ ચિલી.
X
Recipes If you are fond of eating sticky recipes, make Rajasthani Stuffed Chile
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી