રાઇસ પિઝા / રેસિપીઃદેશી રસોઇમાં વિદેશી સ્વાદ રાઇસ પિઝા

Recipes: Exotic Flavor Rice Pizza in Exotic Cooking

Divyabhaskar.com

Dec 04, 2019, 06:46 PM IST

રેસિપી ડેસ્ક. ફક્ત બાળકો જ નહી મોટેરાઓને પણ પિઝાનું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે. તો આજે બનાવો રાઈસ પિઝા. જે એકમદ અલગ પ્રકારના પિઝા છે. ખાવામાં પણ ટેસ્ટી લાગશે. તેને બનાવવા માટે વધારે સમય પણ નહીં લાગે.

સામગ્રી

 • પિઝા બેઝ :
 • ચોખાનો લોટ - 2 કપ
 • તૈયાર ભાત - અડધો કપ
 • દહીં - 2 ચમચા
 • સોડા - પા ચમચી
 • મીઠું - સ્વાદ મુજબ
 • સમારેલાં શાક - 1 વાટકી
 • મકાઇના દાણા - 2 ચમચી
 • પનીર - અડધો કપ
 • માખણ - 1 ચમચી
 • ચીઝ - 3-4 ક્યુબ્સ
 • હોટ એન્ડ સ્વીટ ટમેટો સોસ
 • ઓરિગેનો, ચિલી ફ્લેક્સ - સ્વાદ મુજબ

બનાવવાની રીત :

 • એક બાઉલમાં ચોખાનો લોટ, તૈયાર ભાત, મીઠું, દહીં અને બેકિંગ સોડા મિક્સ કરો અને થોડું-થોડું પાણી ઉમેરતાં જઇ નરમ કણક બાંધો. આને દસ મિનિટ ઢાંકીને રહેવા દો.
 • હવે પેનમાં માખણ ગરમ કરી તેમાં સમારેલા શાક નાખો. મીઠું અને થોડો સોસ ભેળવી તેજ આંચ પર સાંતળો અને ગેસ પરથી ઉતારી લો. તૈયાર લોટમાંથી એકસરખા લુઆ લઇ તેનો જાડો ગોળ રોટલો વણો.
 • તેમાં ચપ્પુ કે કાંટાથી કાણા પાડો. મોટા પહોળા વાટકાથી તેની ગોળ રોટલીઓ કાપો.
 • હવે ગરમ લોઢી પર રોટલીને માખણવાળી કરી ધીમી આંચે સહેજ શેકો.
 • આ પિઝા પર સોસ લગાવી બધાં શાક પાથરો. તેના પર ચીઝ છીણીને ભભરાવો. ઢાંકીને બે-ત્રણ મિનિટ રહેવા દો. છેલ્લે ઓરેગાનો, ચિલી ફ્લેક્સ, સોસથી ગાર્નિશ કરી સર્વ કરો.
X
Recipes: Exotic Flavor Rice Pizza in Exotic Cooking

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી