વેજ ટિક્કી / રેસિપી:આ રીતે ઘરે બનાવો યમ્મી વેજ ટિક્કી

Recipe: Make Yummie vege Tikki at Home Like This

Divyabhaskar.com

Oct 12, 2019, 11:41 AM IST

રેસિપી ડેસ્ક. તમે આલુ ટિક્કી તો ખાધી હશે પણ આજે ટ્રાઈ કરો વેજ ટિક્કી જે હેલ્ધી પણ છે અને ખાવામાં પણ મજા આવશે. તેને બનાવવા માટે વધારે સમય પણ નહીં લાગે તો. આજે જ બનાવો વેજ ટિક્કી.

સામગ્રી

 • 1 નંગ છીણેલું ગાજર
 • 200 ગ્રામ પનીરનું છીણ
 • 1/2 કપ ઓટ્સનો લોટ
 • 2 નંગ સમારેલાં લીલાં મરચાં
 • 1 ચમચી મરચું
 • 1/2 ચમચી હળદર
 • 1 ચમચી ચાટમસાલો
 • સમારેલી કોથમીર
 • મીઠું- સ્વાદ મુજબ
 • તેલ - સાંતળવા માટે

બનાવવાની રીત :

 • એક બાઉલમાં સમારેલું ગાજર, પાણી, ઓટ્સનો લોટ, લીલાં મરચાં, કોથમીર અને બધો મસાલો ભેળવો. તેમાં તમને ભાવતાં શાક જેવા કે કોબીજ, કેપ્સિકમ વગેરે પણ નાખી શકો છો.
 • આ મિશ્રણની ટિક્કી બનાવો. ગરમ લોઢી પર ધીમી આંચે તેલ લગાવીને સાંતળો. તૈયાર વેજ ટિક્કીને ચટણી કે ચા સાથે સર્વ કરો.
X
Recipe: Make Yummie vege Tikki at Home Like This

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી