ગુલાબજાંબુ / રેસિપીઃ મિલ્ક પાઉડરમાંથી બનાવો સોફ્ટ અને ટેસ્ટી ગુલાબજાંબુ

Recipe: Make soft and tasty Gulab Jamun from Milk Powder

Divyabhaskar.com

Feb 01, 2020, 07:29 PM IST

રેસિપી ડેસ્કઃ મોટા ભાગે આપણે મીઠાઇ માવામાંથી બનાવીએ છીએ, પરંતુ ક્યારેક ફોર-અ-ચેન્જ મિલ્ક પાઉડરમાંથી પણ મીઠાઇ બનાવી હોય તો તેનો સ્વાદ અલગ આવવા સાથે કંઇક નવું બનાવ્યાની પણ ખુશી થાય છે. તેમાં પણ ગુલાબજાંબુ તો બધાને ભાવતા જ હશે તો હવે ટ્રાય કરો મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ. તે ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે.
સામગ્રી

 • મિલ્ક પાઉડર - 9 ચમચા
 • મેંદો - સાડા ત્રણ ચમચા
 • બેકિંગ સોડા - ચપટી
 • લીંબુનો રસ - 1 ચમચી
 • ઘી-માખણ - 1 ચમચી
 • દૂધ - 4-5 ચમચા

}ચાસણી માટે :

 • ખાંડ - 1 કપ
 • એલચી - 3 નંગ
 • લીંબુનો રસ - 1 ચમચો
 • પાણી - 1 કપ

બનાવવાની રીત :

 • એક પેનમાં પાણી અને ખાંડને ઉકાળો. થોડી મિનિટ ઉકાળ્યા પછી તે ચિકાશયુક્ત બને એટલે તેમાં એલચીનો ભૂકો અને લીંબુનો રસ ભેળવો.
 • તે પછી તેને ઢાંકીને એક તરફ રહેવા દો. હવે એક બાઉલમાં મિલ્ક પાઉડર, મેંદો, બેકિંગ સોડા, ઘી, લીંબુનો રસ લઇ તેને સારી રીતે મિક્સ કરો.
 • તેમાં થોડું થોડું દૂધ ઉમેરતાં જઇ કણક બાંધો. આ કણક સહેજ ચિકાશયુક્ત અને નરમ હોવો જોઇએ.
 • તેમાંથી નાના નાના ગોળા બનાવો અને આ ગોળાને ધીમી આંચે બ્રાઉન રંગના તળી લો.
 • તેને બહાર કાઢીને તરત ખાંડની ચાસણીમાં નાખો. ગુલાબજાંબુ તૈયાર છે.
X
Recipe: Make soft and tasty Gulab Jamun from Milk Powder

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી