કાચા કેળાંના પૌંવા / રેસિપીઃમાત્ર 10 મિનિટમાં બનાવો કાચાં કેળાંના ખાટ્ટા મીઠા પૌંવા

Recipe: Make raw banana poha salt powder in just 10 minutes

Divyabhaskar.com

Sep 08, 2019, 06:00 PM IST

રેસિપી ડેસ્ક. તમે પૌંવા તો ખાધા હશે પણ હવે ટ્રાઈ કરો કાચા કેળાંના ખાટ્ટા-મીઠા પૌંવા. જે ઉપવાસમાં પણ તમે ખઈ શકો છો. આ ફરાળી પૌંવા ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. તે જલ્દીથી બની જાય છે.

સામગ્રી

 • 3 કાંચા કેળા
 • 3 ચમચી લીલું નારિયેળ
 • 2 ચમચી સમારેલાં લીલા મરચાં
 • 2 ચમચી લીંબુનો રસ
 • 1/2 ચમચી જીરું
 • 1/4 ચમચી હળદર
 • મીઠાં લીમડાના પાન
 • કોથમીર

બનાવવાની રીત

 • સૌ પ્રથમ કાચા કેળાને વચ્ચેથી કાપીને બે ભાગ કરવા. ત્યારબાદ પાણીમાં 5થી 6 મિનિટ સુધી બાફી લેવા.
 • હવે તેને ચારણીમાં કાઢી પાણી કાઢી લેવુંય ત્યારબાદ તેની છાલ કાઢવી.
 • હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવું, અને તેમાં જીરૂ અને લીમડાના પાન નાખી વઘાર કરવો
 • ત્યારબાદ તેમાં મગફળીના દાણાનો ભૂકો, મરચું, આદું, હળદર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
 • બાદમાં કેળાની છીણ ઉમેરી સાતળી લો. તેમાં સિંધવ મીઠું ખાંડ અને લીંબુનો રસ નાખવો.
 • તો તૈયાર છે ઉપવારસમા ખાવા માટે ગરમા ગરમા કાચા કેળાંના પૌંવા
X
Recipe: Make raw banana poha salt powder in just 10 minutes
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી