Divyabhaskar.com
Nov 14, 2019, 07:01 PM ISTરેસિપી ડેસ્ક. બસર મસાવા ગવાર બનાવવામાં એકદમ સરળ સબ્જી છે. તે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. તે ઓરિસ્સાની પ્રખ્યાત વાનગી છે. બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો. તો આજે જ બનાવો બસર મસાલા ગવારનું શાક.
સામગ્રીઃ
- ગવાર - 250 ગ્રામ
- બટાકા - 1 નંગ
- ટામેટાં - 1 નંગ
- રાઈ – વઘાર માટે
- હળદર - અડધી ચમચી
- મીઠું - સ્વાદ મુજબ
- બસર મસાલો - અડધો ચમચો
બનાવવાની રીત :
- સૌથી પહેલાં બસર મસાલો બનાવવા માટે વાટેલી રાઇ અને લસણને સરખા ભાગે તેલમાં સાંતળો. બટાકાને છોલીને સમારો. ગવારને પણ રેસા કાઢી સમારો.
- તેને 5-10 મિનિટ સુધી ઉકાળો. હવે એક તપેલીમાં તેલ ગરમ કરીને રાઇનો વઘાર કરો.
- તેમાં બાફેલો ગવાર, બટાકા, હળદર અને મીઠું ભેળવી પાંચ મિનિટ રહેવા દો. પછી બસર મસાલો નાખી ઢાંકીને સીઝવા દો. સમારેલી કોથમીર નાખીને રોટલી કે ભાત સાથે સર્વ કરવો.