સાંભર રાઈસ / રેસિપીઃઆજે જ ઘરે પોષ્ટિક બનાવો સાંભર રાઈસ

Recipe: Make homemade nutritious sambhar rice today

Divyabhaskar.com

Sep 05, 2019, 07:32 PM IST
રેસિપી ડેસ્ક. સાંભર રાઈસ બનાવવાની એક ખાસ રીત હોય છે. તે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આજે ઘરે બનાવો સાંભર રાઈસ જે પોષ્ટિક પણ છે અને ખાવામાં પણ ટેસ્ટી છે. તેને બનાવવા માટે વધારે સામગ્રીની જરૂર પણ નહીં પડે અને ઓછા સમયમાં બની જશે.

સામગ્રી

 • 1 કપ ચોખા
 • અડધો કપ તુવેરની દાળ
 • 3 કપ પાણી
 • મીઠું - સ્વાદ મુજબ
 • 1 ચમચી તેલ
 • અડધી ચમચી આમલી

ગરમ પાણી - પોણો કપ

સાંભર માટે :

 • 1 ચમચો તેલ,
 • અડધો કપ ડુંગળીના મોટા ટુકડા
 • 6-7 પાન લીમડો
 • ચપટી હિંગ
 • 1 નંગ સમારેલાં ટમેટાં
 • દોઢ કપ સમારેલું મિક્સ શાક
 • 1 નંગ સરગવો
 • અડધી ચમચી હળદર
 • અડધી ચમચી મરચું
 • પાણી અને મીઠું જરૂર મુજબ
 • 1 ચમચી સાંભરનો પાઉડર
 • 1 ચમચી ઘી

વઘાર માટે :

 • 1 ચમચો તેલ
 • 1 ચમચી રાઇ
 • 4 નંગ આખા લાલ મરચાં
 • 12-15 પાન લીમડો
 • ચપટી હિંગ

બનાવવાની રીત :

 • દાળ અને ચોખાને ધોઇ સારી રીતે નિતારી લો. કૂકરમાં દાળ-ચોખા, મીઠું, પાણી અને તેલ નાખી તેને મધ્યમ આંચે પંદર મિનિટ બાફી લો.
 • હવે એક અલગ તપેલીમાં ગરમ પાણી લઇ આમલીને વીસ-ત્રીસ મિનિટ પલાળો. પછી તેને મસળીને તેનો પલ્પ કાઢી લો. સાંભર માટે કડાઇમાં તેલ ગરમ કરી તેમાં
 • ડુંગળીને એક મિનિટ માટે મધ્યમ આંચે સાંતળો. લીમડો અને હિંગનો વઘાર કરી ટમેટાં નાખી બે મિનિટ સાંતળો.
 • ત્યારબાદ તેમાં સમારેલાં મિક્સ શાક - ફણસી,ગાજર, રીંગણા, કેપ્સિકમ નાખી એક મિનિટ માટે સાંતળો. હળદર અને મરચું નાખી જરૂર પૂરતું પાણી અને મીઠું ઉમેરી મધ્યમ આંચે ઉકળવા દો.
 • તેમાં આમલીનો પલ્પ અને સાંભર મસાલો નાખી સારી રીતે ઊકળે ત્યાં સુધી મધ્યમ આંચે રાખો. વઘાર માટે તપેલીમાં તેલ ગરમ કરી, તેમાં રાઇ, મરચાં, લીમડો અને હિંગનો વઘાર કરો. આ સાંભરને દાળ-ચોખા પર રેડી મિક્સ કરીને દહીં સાથે સર્વ કરો.
X
Recipe: Make homemade nutritious sambhar rice today
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી