કાશ્મીરી પુલાવ / રેસિપીઃબનાવો મસ્ત મજેદાર અને મસાલેદાર કાશ્મીરી પુલાવ

Recipe: Make fun and spicy kashmiri pulav

Divyabhaskar.com

Nov 17, 2019, 05:46 PM IST

રેસિપી ડેસ્ક. વેજ પુલાવ, પનીર પુલાવ, શાહી પુલાવ, મશરૂમ પુલાવ, જીરા રાઈસ તો તમે ખાધા હશે. રાઈસમાંથી અનેક વાનગીઓ બને છે. તો હવે ઘરે જ બનાવો કાશ્મીરી પુલાવ. જે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે.

સામગ્રી :-

  • ચોખા - 1 કપ
  • ઘી - 3 ચમચા
  • ડુંગળી - 1 નંગ, લાંબી-પાતળી સમારેલ
  • મરી - 5 નંગ
  • તજ - 1 નાનો ટુકડો
  • લવિંગ - 3 નંગ
  • ઈલાયચી - 3 નંગ
  • વરીયાળી - 1 ચમચી
  • કેસર - 6 થી 7 તાંતણા
  • મીઠું - સ્વાદાનુસાર
  • ખાંડ - 1 ચમચી
  • કાજૂ - 1 ચમચો ફાડા કરવા
  • સમારેલા અખરોટ - 2 નંગ
  • સમારેલા સફરજન
  • દાડમના દાણા - જરૂર પ્રમાણે, સજાવવા

બનાવવાની રીતઃ

  • સૌ પ્રથમ ચોખાને થોડીવાર પાણીમાં પલાળવા, ત્યારબાદ તેનું પાણી દુર કરી તેને બાફી લેવા, ભાત એકદમ છુટ્ટા રહે અને વધુ પડતા બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું, તેને ઠંડા થવા દેવા
  • ત્યારબાદ એક વાસણમાં 2 ચમચા ઘી ગરમ કરવું, તેમાં મરી, તજ, લવિંગ , ફોલેલ ઈલાયચી અને વરીયાળી નાખી હલાવી અને સમારેલ ડુંગળી ઉમેરવી, તેને બે મિનીટ સાંતળવી
  • ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ભાત ઉમેરવા, હવે થોડું હુંફાળું દૂધ લઇ તેમાં કેસર ઉમેરી આ ભાતમાં નાખી હલાવી લેવા, મીઠું અને ખાંડ ઊમેરી ગેસ બંધ કરવો અથવા આ ભાતને બીજા વાસણમાં કાઢી લેવા, હવે ફરી 1 ચમચો ઘી ગરમ કરવું, તેમાં ડ્રાયફ્રુટ નાખી શેકવા
  • ત્યારબાદ તેમાં દ્રાક્ષ અને સમારેલ સફરજન નાખી, હલાવી, ગેસ બંધ કરવો તેને તૈયાર કરેલ ભાતમાં ઉમેરવું, છેલ્લે દાડમના દાણા વડે ગાર્નીશ કરવા માટે, તો તૈયાર છે કાશ્મીરી પુલાવ
X
Recipe: Make fun and spicy kashmiri pulav
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી