પીનટ ડિપ / રેસિપીઃનવરાત્રિમાં બનાવો ફરાળી પીનટ ડિપ

Recipe: Make Frozen Peanut Dip in Navratri

Divyabhaskar.com

Oct 04, 2019, 11:22 AM IST
રેસિપી ડેસ્ક. ઘણા લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. નવેનવ દિવસ એકની એક વાનગી ખાવાની ગમતી નથી. આ વખતે નવરાત્રિમાં નવી નવી ફળાહારી વાનગીઓ બનાવો. આજે છઠ્ઠા નોરતે બનાવો પીનટ ડિપ. જે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. જલ્દી બની પણ જશે.

સામગ્રી
 • 1 કપ ઘટ્ટ દહીં
 • 1/2 કપ શેકેલા સીંગદાણા
 • નાનો ટુકડો આદું
 • 2 નંગ લીલા મરચાં
 • સંચળ - સ્વાદ મુજબ
 • 1 ચમચી જીરું
 • 1 ચમચી લીંબુનો રસ
 • સમારેલી કોથમીર -
 • સમારેલું ટમેટું
 • બટાકાની ચિપ્સ અથવા વેફર
બનાવવાની રીત :
 • સીંગદાણાને ક્રશ કરી તેનો ભૂકો કરો. તેમાં દહીં, આદું, મરચાં, કોથમીર અને જીરું મિક્સ કરી એકદમ બારીક થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.
 • તેમાં સ્વાદ મુજબ સંચળ, લીંબુનો રસ અને સમારેલું ટમેટું મિક્સ કરો. આ ફળાહારી પીનટ ડિપને બટાકાની ચિપ્સ કે વેફર સાથે સર્વ કરો.
X
Recipe: Make Frozen Peanut Dip in Navratri

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી