સાબુદાણા વડા / રેસિપી:નવરાત્રીના બીજા દિવસે બનાવો ફરાળી સાબુદાણા વડા

Recipe: Make farali sabudana vada on the second day of Navratri

Divyabhaskar.com

Sep 30, 2019, 11:33 AM IST

રેસિપી ડેસ્ક. મોટાભાગના લોકો નવરાત્રીમાં ઉપવાસ રાખતા હોય છે. તો નવરાત્રીમાં ખવાતી ફરાળી વાનગીઓમાં આજે બનાવો સાબુદાણાના વડા જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. આજે બીજા નોરતે બનાવો સાબુદાણા વડા.

સામગ્રી

 • ૧/૨ કપ સાબુદાણા
 • ૧ કપ બાફેલા , છોલીને મસળી લીધેલા બટેટા
 • ૧/૩ કપ શેકેલી મગફળી , હલકો ભુક્કો કરેલી
 • ૧/૨ ચમચી જીરૂ
 • 1 ચમચી આદુની પેસ્ટ
 • ૧ ૧/૨ ચમચી ઝીણાં સમારેલા લીલા મરચાં
 • ૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર
 • ૧/૨ ચમચી લીંબુનો રસ
 • મીઠું , સ્વાદાનુસાર
 • તેલ , તળવા માટે

બનાવવાની રીતઃ

 • સાબુદાણા સાફ કરી, ધોઇને અંદાજે ૧/૩ કપ પાણીમાં લગભગ 4 થી 5 કલાક અથવા સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પલાળી રાખો.
 • ત્યારબાદ તેમાં બાકી રહેલી વસ્તુઓ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
 • આ મિશ્રણના 8 સરખા ભાગ કરીને દરેક ભાગને ગોળ ચપટો આકાર આપી વડા બનાવવા.
 • એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપે વડા તળવા અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા અને ત્યારબાદ તેને ટીશ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ શોષાઈ જાય. તો તૈયાર છે સાબુદાણાના વડા તેને લીલી ચટણી અને મીઠા દહીં સાથે ખાવો.
X
Recipe: Make farali sabudana vada on the second day of Navratri
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી