ટોમેટો મસાલા ચાટ / રેસિપીઃ10 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ ટોમેટો મસાલા ચાટ

Recipe: Make delicious tomato spice chart in 10 minutes

Divyabhaskar.com

Sep 22, 2019, 07:40 PM IST

રેસિપી ડેસ્ક. તમે અલગ અલગ પ્રકારની ચટપટી ચાટ ખાધી હશે પણ આજે ટ્રાઈ કરો ટમેટા મસાલા ચાટ. જે ખાવામાં પણ સ્વાદિષ્ટ છે અને એકદમ હેલ્ધી છે. જો ચાટ ખાવાની ઈચ્છા થઈ હોય તો ફટાફટ બનાવો ટમેટાં મસાલા ચાટ. જેને બનાવવામાં વધારે સમય પણ નહીં લાગે.

સામગ્રી

 • 1/2 કપ ફણગાવેલી દાળ,
 • 8 ટામેટાં,
 • 1 ક્રશ કરેલી ડુંગળી,
 • 1 છીણેલું ગાજર,
 • ક્રશ કરેલા લીલા મરચા
 • સ્વાદાનુસાર મીઠું
 • બ્રેડનો ભૂક્કો
 • ચાટ મસાલો
 • લીંબુનો રસ
 • સેવ, સમારેલી કોથમીર

બનાવવાની રીત -

 • ટામેટાને ધોઇને બે ટૂકડાંમાં કાપી લો. ત્યારબાદ અંદરનો પપ્લ ચમચીની મદદથી કાઢી લો.
 • હવે એક વાટકામાં ફણગાવેલી દાળ(કોઇપણ કઠોળ લઇ શકો), ડુંગળી, ગાજર, લીલું મરચું એકસાથે મિક્સ કરો.
 • બાદમાં તેમાં લીંબુનો રસ, મીઠું અને ચાટ મસાલો મિક્સ કરી મિક્સરમાં સારી રીતે મિક્સ કરો જેનાથી શાકભાજીમાં મસાલો સારી રીતે ભળી જાય.
 • હવે એક પ્લેટમાં કાપેલા ટામેટા મૂકો અને તેમાં મિશ્રણને ભરી લો. ઉપરથી બ્રેડનો ભૂકો ભભરાવો. હવે તેને સેવ અને કોથમીરથી ગાર્નિશ કરો.
X
Recipe: Make delicious tomato spice chart in 10 minutes
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી