ઇટાલિયન નોકી / રેસિપીઃનાસ્તામાં ફટાફટ બનાવો ઇટાલિયન નોકી

Recipe: Make an instant Italian breakfast

Divyabhaskar.com

Jan 02, 2020, 07:47 PM IST
રેસિપી ડેસ્ક. આજે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો. શિયાળામાં નાસ્તામાં બનાવો ઈટાલિયન નોકી. તે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો. તો આ રીતે બનાવો ફટાફટ ઈટાલિયન નોકી.
સામગ્રી
 • બટાકા - 2 નંગ
 • ઓટ્સનો ભૂકો - 2 ચમચી
 • મેંદો - 4 ચમચી
 • બેકિંગ પાઉડર - ચપટી
 • મીઠું - સ્વાદ મુજબ
 • જાયફળનો ભૂકો - ચપટી
 • તેલ - 1 ચમચી }સોસ માટે
 • રેડ ચિલી સોસ - 2 ચમચા
 • પાસ્તા સોસ - 2 ચમચા
 • કાશ્મીરી લાલ મરચું - 1 ચમચી
 • સમારેલું લસણ - 6 કળી
 • મિક્સ્ડ હર્બ - 1 ચમચી
 • આખા લાલ મરચાંનો ભૂકો - અડધી ચમચી
 • મોઝરેલા ચીઝનું છીણ - 2 ચમચી
 • ટમેટાંની પ્યોરી - દોઢ કપ
બનાવવાનીરીત :
 • બટાકાને શેકી લો. તે પછી તેને એક મોટા બાઉલમાં મેશ કરો. તેમાં ઓટ્સનો ભૂકો, મેંદો, જાયફળનો ભૂકો, તેલ, બેકિંગ પાઉડર અને મીઠું નાખી કઠણ કણક બાંધો. એક થાળીમાં થોડો ચોખાનો લોટ ભભરાવી આ કણકમાંથી લાંબો રોલ બનાવો અને તેમાંથી નાના નાના લૂઆ વાળો.
 • હવે દરેક લૂઆને કાંટાના પાછળના ભાગ પર રોલ વાળીને નોકી તૈયાર કરો.
 • તે પછી આને ઊકળતા પાણીમાં પાસ્તાની જેમ બાફી લો.
 • તે બફાઇને ઉપર આવી જાય એટલે ચાળણીમાં કાઢો.
 • એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી-લસણને આછા બદામી રંગના સાંતળો. તે પછી તેમાં ટમેટો પ્યોરી, ચિલી ફ્લેક્સ અને ચીઝનું છીણ ભભરાવી સર્વ કરો.
X
Recipe: Make an instant Italian breakfast

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી