તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રેસિપીઃઘરે જ બનાવો ગરમા-ગરમ મિલ્ક પાઉડરનો હલવો

8 મહિનો પહેલા
 • કૉપી લિંક

 • મિલ્ક પાઉડર - 1 કપ
 • ખાંડ - પોણો કપ
 • મેંદો - 1 ચમચી
 • ચોખાનો લોટ - 2 ચમચી
 • એલચીનો ભૂકો - અડધી ચમચી
 • ઘી - અડધો કપ
 • પાણી - પોણો કપ
 • એક પેનમાં પાણી અને ખાંડને ભેગાં કરી ધીમી આંચે ઉકાળો. ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યારે એમાં ધીરે ધીરે મિલ્ક પાઉડર નાખીને મિક્સ કરતાં જાવ જેથી તેમાં ગાંઠો ન બાઝી જાય.
 • તે પછી મેંદો અને ચોખાનો લોટ પણ ભેળવી અને હલાવતાં રહો.
 • આ મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને પેનમાં ચોંટે નહીં ત્યારે ધીમે ધીમે તેમાં ઘી ભેળવો.
 • ઘી નાખતી વખતે મિશ્રણને સતત હલાવતાં રહેવું. તે પછી એલચીનો ભૂકો નાખી સારી રીતે મિક્સ કરો અને આંચ પરથી ઉતારી લો. હલવો તૈયાર છે.
 • તેના પર ડ્રાયફ્રૂટ્સના ટુકડા ભભરાવીને ટેસ્ટી હલવાનો સ્વાદ માણો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો