કર્ડ કેપ્સિકમ / રેસિપી: કેપ્સિકમનું શાક તો ખાધું હશે તો હવે ટ્રાય કરો કર્ડ કેપ્સિકમ

Recipe: If you have eaten capsicum vegetables then try curd capsicum

Divyabhaskar.com

Oct 17, 2019, 12:19 PM IST

રેસિપી ડેસ્ક.તમે ચીલી કેપ્સિકમ પાસ્તા, કેપ્સિકમનું શાક તો અનેક વખત ટ્રાય કર્યા હશે પરંતુ શુ તમે ક્યારેય કર્ડ કેપ્સિકમ ટ્રાય કર્યા છે. તો આજે ટ્રાય કરો કર્ડ કેપ્સિકમ. જે ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે.
સામગ્રી

 • 250 ગ્રામ કેપ્સિકમ
 • અઢી ચમચા ચણાનો લોટ
 • 1 નંગ ડુંગળીની સ્લાઇસ
 • 4 ચમચા દહીં
 • 1 ચમચો તેલ
 • 1 ચમચી હળદર
 • 1/2 ચમચી જીરું1/2 ચમચી મરચું
 • 1/2 ચમચી મરીનો ભૂકો
 • મીઠું - સ્વાદ મુજબ


બનાવવાની રીત :

 • કેપ્સિકમની ડાંડલી તોડી તેના નાના નાના ટુકડા સમારો. એક બાઉલમાં ચણાના લોટમાં દહીંને સારી રીતે મિક્સ કરો. હવે કડાઇમાં તેલ ગરમ કરો.તેમાં કેપ્સિકમ નાખીને સાંતળો અને તેને હલાવતાં રહો. કેપ્સિકમ થોડા બફાઇ જવા આવે એટલે તેમાં ડુંગળીની સ્લાઇસ, મીઠું અને હળદર નાખી હલાવો.
 • ત્યારબાદ ચણાના લોટનું દહીંવાળું મિશ્રણ નાખી ત્રણ-ચાર મિનિટ રહેવા દો.
 • વચ્ચે વચ્ચે હલાવતાં રહો. જ્યારે ચણાનો લોટ ઘટ્ટ થવા લાગે ત્યારે મરચું, જીરાનો પાઉડર અને મરીનો ભૂકો નાખો અને બે મિનિટ પછી ઉતારી લો.
X
Recipe: If you have eaten capsicum vegetables then try curd capsicum
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી