મલ્ટિ ગ્રેન પેનકેક / રેસિપીઃ બ્રેકફાસ્ટમાં બનાવો ટેસ્ટી અને હેલ્ધી મલ્ટિ ગ્રેન પેનકેક

Make Tasty and Healthy Multi-Grain Pancakes in Breakfast

Divyabhaskar.com

Oct 15, 2019, 06:06 PM IST

રેસિપી ડેસ્કઃ બ્રેકફેસ્ટ માટે પેનકેક્સ સરળ અને ટેસ્ટી રેસિપી છે. આ રેસિપી ઘરે પણ બનાવી શકાય છે. આ ડિશ હેલ્થ માટે પણ બહુ સારી હોય છે કારણ કે, તેમાં ઘુંનો લોટ, મેંદો અને ઓટ્સ પણ હોય છે. તેને ગરમ દૂધ અથવા કોઈ શેક સાથે દરેક ઉંમરના લોકો ખાઈ શકે છે. આ સાથે તેની ઉપર મધ અથવા ચાસણી નાખીને કિટ્ટી પાર્ટી અને બર્થ ડે પાર્ટીમાં પણ યૂનિક આઇટમ તરીકે સર્વ કરી શકાય છે.

સામગ્રી:
1/2 કપ ઘઉં નો લોટ
1/2 કપ મેંદો
1/2 ગ્રામ ઓટ્સ
મીઠું સ્વાદાનુસાર
દોઢ ચમચી તજ
દોઢ ચમચી બેકિંગ સોડા
દોઢ ચમચી બેકિંગ પાવડર
દોઢ મોટી ચમચી દહીં
3 મોટી ચમચી દૂધ
પાણી
2 મોટી ચમચી રિફાઇન્ડ ઓઇલ
મેપલ સિરપ
મધ

બનાવવાની રીતઃ

  • બે મોટા વાડકા લો અને તેમાં દરેક પ્રકારનો લોટ મિક્સ કરી દો. આ સાથે તેમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા પણ મિક્સ કરો. બીજા બાઉલ માં દૂધમાં મધ અને દહીં સારી રીતે મિક્સ કરી દો. હવે આ બાઉલમાં થોડું પાણી નાખો. આ બંને બાઉલ્સની સામગ્રી ભેગી કરી દો અને છેલ્લે ક્રશ કરેલા તજ નાખો.
  • એક મોટી નોન-સ્ટિક પેન મધ્યમ તાપ પર રાખો. તેમાં થોડું તેલ નાખો. તેલ ગરમ થઈ જાય તો બટર નાખીને ગોળ ફેરવો. તે બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવે ઊંધું કરીને શેકો. તમારી મલ્ટિ-ગ્રેન પેનકેક તૈયાર છે.
X
Make Tasty and Healthy Multi-Grain Pancakes in Breakfast

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી