ફરાળી ઢોકળા / રેસિપી:નવરાત્રીમાં ફટાફટ બનાવો ફરાળી ઢોકળાં

Create fast dhokala in Navratri

Divyabhaskar.com

Sep 29, 2019, 07:03 PM IST

રેસિપી ડેસ્ક. નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાની ઉપાસના દરમિયાન અનેક લોકો વ્રત કરે છે અને ઉપવાસ કરે છે. આ સંજોગોમાં નવ દિવસ ફરાળી ખોરાકમાં શું ખાવું અને શું નહીં તેને લઈને મોટાભાગના લોકો મૂંઝવણમાં હોય છે. તો નવરાત્રીના પ્રથમ દિવસે બનાવો ફરાળી ઢોકળાં

સામગ્રી

  • 1/2 કપ મૌરયો
  • 1 કપ ખાટુ દહીં (છાશ)
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 1 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 1 ચમચી મીઠુ
  • 2 ચમચી તેલ
  • 6-7 મીઠા લીમડાના પાન
  • 1 ચમચી જીરૂ
  • ગાર્નીશ માટે કોથમીર

બનાવવાની રીતઃ

  • ખીરુ તૈયાર કરવા માટે મૌરૈયાને છાશમાં પલાળો અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
  • ત્યારબાદ ખીરાને 6-7 કલાક સુધી પલાળી રાખો અથવા આખી રાત રાખી મૂકો.
  • મૌરેયો બરાબર રીતે પલડી જાય ત્યારે તેને બ્લેન્ડરમાં ક્રશ કરી લેવો. અને મિશ્રણ થોડું જાડું રાખવું. હવે તેમાં ખાવાનો સોડા નાખવો. અને સારી રીતે મિક્સ કરી લો.
  • ત્યારબાદ મિશ્રણમાં આદુની પેસ્ટ નાખવી અને દહીં નાખવું ખટાશ માટે
  • હવે સ્ટીમરમાં વાસણ મૂકી 20 મિનિટ સુધી બાફવા દો
  • બફાઈ જાય એટલે તેને ઉતારી લો અને ઠંડુ થવાદો

વઘાર માટેઃ

  • ઘી ને કઢાઈમાં ગરમ કરી તેમાં મરી, જીરૂ અને લીમડાંના પાન નાખવા. તેને બાદ તેને ઢોકળાં પર નાખો.
  • ઢોકળાના પીસ કરીને કોથમીર તથા કોપરૂં ભભરાવીને ગાર્નીશ કરો. તો તૈયાર છે ફરાળી ઢોકળા
X
Create fast dhokala in Navratri
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી