સૂંઠના લાડુ / રેસિપીઃશરીરને સ્ફૂર્તિમાં રાખવા શિયાળામાં ખાવ સૂંઠના લાડુ

Recipes: To keep the body energized in winter, eat sonth laddu

Divyabhaskar.com

Jan 25, 2020, 07:43 PM IST
રેસિપીઃ શિયાળામાં ગોળ, સૂંઠ કે સૂકો મેવો ખાવાથી શરદી-ઉધરસ થતા નથી, શરીરમાં સ્ફૂર્તિ અને ઊર્જા રહે છે. તમે પણ બનાવો સૂંઠના લાડુ. શરીર પણ નિરોગી રહેશે અને સ્વસ્થ રહેશે. તો બનાવો ફટાફટ સૂંઠના લાડુ.
સામગ્રી
સૂંઠના લાડુ
 • સામગ્રીઃ
 • સૂંઠ - 100 ગ્રામ
 • ગુંદર - 100 ગ્રામ
 • કાજુ-બદામના ટુકડા - 10-15
 • સમારેલા મખાના - 2 મુઠ્ઠી
 • સમારેલા ખજૂર - 10-15
 • ગોળનો ભૂકો - 250 ગ્રામ
 • ઘી - 250 ગ્રામ
 • કિશમિશ - 20-25 નંગ
 • ચારોળી - 25 ગ્રામ
બનાવવાની રીત :
 • ગુંદરને મિક્સીમાં એક વાર બ્લેન્ડ કરી તેનો અધકચરો ભૂકો કરો. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગુંદરને શેકી લો.
 • એક ચમચી ઘી ગરમ કરીને સૂંઠને શેકી લો. તે પછી પેનમાં બાકી વધેલું ઘી ગરમ કરો. તેમાં મખાના, ખજૂર, કિશમિશ અને ચારોળી નાખી શેકો.
 • હવે આ તમામ સામગ્રી એક બાઉલમાં કાઢીને સારી રીતે મિક્સ કરો. તેના લાડુ બનાવી એરટાઇટ કન્ટેનરમાં ભરી લો.
X
Recipes: To keep the body energized in winter, eat sonth laddu

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી