• Home
  • Lifestyle
  • Recipe
  • Recipes: Make this delicious homemade BARAFI cream of delicious and healthy milk powder

મિલ્ક પાઉડરની બરફી / રેસિપીઃઆ રીતે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી મિલ્ક પાઉડરની બરફી

Recipes: Make this delicious homemade BARAFI cream of delicious and healthy milk powder

Divyabhaskar.com

Feb 04, 2020, 08:24 PM IST

રેસિપી ડેસ્ક. મોટા ભાગે આપણે મીઠાઇ માવામાંથી બનાવીએ છીએ, પરંતુ ક્યારેક ફોર-અ-ચેન્જ મિલ્ક પાઉડરમાંથી પણ મીઠાઇ બનાવી હોય તો તેનો સ્વાદ અલગ આવવા સાથે કંઇક નવું બનાવ્યાની પણ ખુશી થાય છે. બનાવો મિલ્ક પાઉડરની બરફી.

સામગ્રી

  • મિલ્ક પાઉડર - 1 કપ
  • દૂધ - પા કપ
  • બૂરું ખાંડ - પોણો કપ
  • ઘી - 3 ચમચા
  • ડ્રાયફ્રૂટ્સના ટુકડા - 1 ચમચો

બનાવવાની રીત :

  • એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં દૂધ અને મિલ્ક પાઉડર નાખી સારી રીતે મિક્સ કરો. તે પછી તેમાં બૂરું ખાંડ ભેળવો.
  • આ મિશ્રણને મધ્યમ આંચ પર સતત હલાવતાં રહી તે ઘટ્ટ થાય ત્યાં સુધી રાખો.
  • તે પછી જ્યારે તે પેનમાં ચોંટે નહીં અને એકદમ ઘટ્ટ થઇ જાય એટલે તેને એક થાળીમાં કાઢી એકસરખો થર કરો.
  • તેના પર ડ્રાયફ્રૂટ્સના ટુકડા ભભરાવી થોડી વાર માટે ફ્રીજમાં સેટ થવા મૂકો.
  • સેટ થઇ જાય એટલે તેના મનગમતા આકારના પીસ કરી સર્વ કરો.
X
Recipes: Make this delicious homemade BARAFI cream of delicious and healthy milk powder

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી