મેથી-કોપરાના લાડુ / રેસિપીઃઆ રીતે બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી મેથી-કોપરાના લાડુ

Recipes: Make this delicious and healthy mathi laddo

Divyabhaskar.com

Jan 08, 2020, 08:25 PM IST
રેસિપીઃ શિયાળામાં દિવસની શરૂઆત કરો મેથી-કોપરાના લાડુ ખઈને. તે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. ઘરે ફટાફટ બનાવો મેથી કોપરાના લાડુ. આખું વર્ષ શરીર તદુંરસ્ત રહેશે. સાંધાના દુખાવામાં પણ રાહત મળશે.
સામગ્રી
 • મેથીદાણા - પોણો કપ
 • બદામ - પોણો કપ
 • ગુંદર - અડધો કપ
 • ગોળનો ભૂકો - 2 કપ
 • ઘઉંનો લોટ - 1 કપ
 • કોપરાનું છીણ - 2 કપ
 • ઘી - 1 કપ
 • એલચીનો ભૂકો - 1 ચમચો
 • મરીનો પાઉડર - 1 ચમચો
 • સૂંઠ - 2 ચમચા,
 • મલાઇવાળું દૂધ - 100 ગ્રામ

બનાવવાની રીત :

 • મેથીને સ્વચ્છ કપડાંથી લૂછી તેને ત્રણ-ચાર કલાક દૂધમાં પલાળી રાખો. એક કડાઇમાં ત્રણ-ચાર ચમચા ઘી ગરમ કરી તેમાં પલાળેલી મેથીને સતત હલાવીને આછા બદામી રંગની સાંતળો.
 • તેમાંથી ઘી છૂટું પડવા લાગે અને સુગંધ આવે એટલે કાઢી લો. હવે લોટ શેકવા માટે બે-ત્રણ ચમચા ઘી ગરમ કરો.
 • મધ્યમ આંચે લોટને બદામી રંગનો શેકીને મેથી કાઢી હોય એ જ બાઉલમાં કાઢો. ગુંદરને પણ ઘીમાં સાંતળીને કાઢી લો.
 • કોપરાના છીણને પણ આ જ રીતે શેકીને કાઢો. હવે કડાઇમાં બે ચમચા ઘી ગરમ કરી તેમાં ગોળ ઓગાળો.
 • તેને વચ્ચે વચ્ચે હલાવતાં રહો. આ દરમિયાન મેવા અને મસાલાને ક્રશ કરી લો. ગુંદરનો પણ ભૂકો કરો.
 • ગોળ બરાબર ઓગળી જાય એટલે તેમાં બધી ક્રશ કરેલી અને શેકેલી સામગ્રી ભેળવો.
 • હથેળી ઘીવાળી કરી થોડું મિશ્રણ લઇ તેના નાના નાના લાડુ બનાવો. ઠંડા થાય એટલે કન્ટેનરમાં ભરી લો.
X
Recipes: Make this delicious and healthy mathi laddo

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી