આદુંનું અથાણું / રેસિપીઃશિયાળામાં ઘરે જ બનાવો સ્વાસ્થ્ય માટે બેસ્ટ આદુંનું અથાણું

Recipes: Make the best ginger pickle for health at home in the winter

Divyabhaskar.com

Dec 26, 2019, 07:15 PM IST

રેસિપી ડેસ્ક. આદું શરીરની તંદુરસ્તી માટે ખૂબ લાભદાયક હોય છે. આદુંનો ઉપયોગ ચા કે દાળ-શાકમાં તો તમે કરતા જ હશો, તો હવે ટ્રાય કરો આદુંનું અથાણું. શિયાળા દરમિયાન આદું ખાવાથી ઘણી બીમારી દૂર થાય છે. શરીર પણ સ્વસ્થ રહે છે. આ અથાણું અઠવાડિયા-દસ દિવસ સુધી ખાઇ શકાય છે.
સામગ્રી

 • આદું - 250 ગ્રામ
 • લીંબુનો રસ - 2 વાટકી
 • હળદર - 2 ચમચી
 • હિંગ - 2 ચપટી
 • અજમો - 2 ચમચી
 • મીઠું - સ્વાદ મુજબ
 • મરચું - જરૂર પૂરતું

બનાવવાની રીત :

 • આદુંને છોલીને સારી રીતે ધોઇ લો અને લૂછીને કોરું કરો. તેની લગભગ એક-દોઢ ઇંચ નાનાં ટુકડા સમારો.
 • એક તપેલીમાં અથાણાં માટેની સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને થોડી વાર રહેવા દો.
 • તે પછી તેને જારમાં ભરી લો. આદુંનું અથાણું તૈયાર છે. આ અથાણું અઠવાડિયા-દસ દિવસ સુધી ખાઇ શકાય છે.
X
Recipes: Make the best ginger pickle for health at home in the winter

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી