રોઝ બરફી / રેસિપીઃદિવાળીમાં ઘરે જ બનાવો ટેસ્ટી રોઝ બરફી

Recipes: Make Tasty Rose Burfi at Home in Diwali

Divyabhaskar.com

Oct 19, 2019, 01:47 PM IST


રેસિપીઃબરફી મોટેભાગે બધાને ભાવતી હોય છે. દિવાળી નજીક છે તો બનાવો રોઝ બરફી જેને ગુલકંદમાંથી બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે ખડા મસાલાનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. તેથી તે ખાવામાં એકદમ ગળી અને થોડી મસાલેદાર લાગે છે.

સામગ્રી

 • 1 કપ ચણાની દાળ
 • પા કપ ગુલકંદ
 • 2 ચમચા ખાંડ
 • 1/2 ચમચી એલચીનો ભૂકો
 • પા કપ ડ્રાયફ્રૂટ્સનો ભૂકો
 • 1/2 ચમચી જાયફળનો પાઉડર

બનાવવાની રીત :

 • ચણાની દાળને કૂકરમાં સારી રીતે બાફી લો. તે ઠંડી થાય એટલે મિક્સરમાં બારીક ક્રશ કરો. એખ કડાઇમાં થોડું ઘી ગરમ કરી તેમાં ક્રશ કગરેલી દાળ અને ખાંડ મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.
 • ત્યારબાદ તેમાં ગુલકંદ, એલચી અને એલચાનો ભૂકો, ડ્રાયફ્રૂટ્સનો ભૂકો, જાયફળનો પાઉડર, મિક્સ કરો.
 • બધું સારી રીતે મિક્સ થઇ જાય એટલે એક થાળીમાં ઘી લગાવી મિશ્રણને તેમાં એકસરખું પાથરો. થોડી વાર માટે ફ્રીજમાં સેટ થવા મૂકો. રોઝ બરફીના મનગમતા આકારમાં પીસ કરો.
X
Recipes: Make Tasty Rose Burfi at Home in Diwali
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી