ખાટા ઢોકળા / રેસિપીઃ ઘરે બનાવો સોફ્ટ અને ટેસ્ટી ખાટા ઢોકળા

Recipes: Make soft and tasty khatta dhoklaat home

Divyabhaskar.com

Jan 15, 2020, 02:03 PM IST
રેસિપીઃ ઢોકળા એ ગુજરાતીઓ લોકપ્રિય વાનગી છે. સ્ટીમ ઢોકળા ઢોકળા- ખમણ- હાંડવો એ એક એવો નાસ્તો છે, જે ગુજરાતીઓના દેરક ઘરે બનતો હશે. ઢોકળા પણ વિવિધ પ્રકારના બનતા હોય છે. તો આજે બનાવો ખાટા ઢોકળા.
સામગ્રી
 • ૩ વાટકી ચોખા
 • ૧ વાટકી અડદની દાળ
 • ૨ ગ્લાસ ખાટી છાશ
 • ૧ ગ્લાસ ગરમ પાણી
 • ૨ ચમચી મેથી દાણા
 • ૨ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
 • ૧ નાની ચમચી હળદર
 • ૧ નાની ચમચી ઈનો
 • કાળા તલ
 • લાલ મરચું
 • મીઠું સ્વાદ અનુસાર
બનાવવાની રીતઃ
 • ચોખા ને ઘોઇ સુકવી લો. હવે તેમાં અડદની દાળ ઉમેરીને તેને મિડીયમ ઘંટી માં દળી લો.
 • હવે એક વાસણમાં ગરમ પાણી મૂકી દો. ઢોકડા નું પલાળવા લોટ માં જરૂર મુજબ છાશ અને પાણી નાખી ૬ થી ૭ કલાક રાખો
 • હવે ઢોકળીયા માં પાણી મૂકો. ઢોકળા ના આછા માં હળદર, મીઠું, આદું મરચાં ઉમેરીને બરાબર મિક્ષ કરો
 • ત્યારબાદ એક થાળી ઢોકળા થાય તેટલું એક વાસણમાં લઈ તેમાં ઈનો અને તેની ઉપર ગરમ પાણી નાખી ખૂબ હલાવો
 • યાદ રાખો કે ઢોકળા ના બઘા બેટર માં ઈનો કે સોડા ક્યારેય મિક્ષ ન કરો
 • બેટર ને હલાવી ને ગ્રીસ કરેલી થાળી માં રેડી ઉપરથી કાળાં તલ અને લાલ મરચું નાખી તેને ૫ થી ૭ મિનિટ માટે સ્ટીમ કરો
 • ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો
 • આ ઢોકળા માં વઘાર ન કરો તો પણ સરસ લાગે છે'
X
Recipes: Make soft and tasty khatta dhoklaat home

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી