તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Recipes: Make Instant Looks Tasty With Jamfal Green Chatani, Pakoda Or Bhajiya

રેસિપીઃ ઝટપટ બનાવો જામફળની ગ્રીન ચટણી, પકોડા કે ભજીયાં સાથે ટેસ્ટી લાગે છે

7 મહિનો પહેલા
 • કૉપી લિંક

રેસિપીઃ જામફળ તેના પોષક દ્રવ્યોના કારણે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. શિયાળામાં જામફળ ખાવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની ઠંડી સાથે રસીલા અમૃતફળ 'જામફળની ગ્રીન ચટણી ખાવાની મજા જ કંઈક અલગ છે. ગ્રીન ચટણીને અપ્પમ, સમોસા, પકોડા કે ભજીયાં સાથે સર્વ કરીને ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે. 

સામગ્રીઃ

 • જામફળ - 250 ગ્રામ
 • લસણ - અડધો કપ
 • કોથમીર - અડધો કપ
 • લીંબુનો રસ - 2 ચમચી
 • આદું - નાનો ટુકડો
 • લીલાં મરચાં - 2 નંગ
 • સંચળ - અડધી ચમચી
 • શેકેલા જીરાનો પાઉડર - અડધી ચમચી
 • મીઠું - સ્વાદ મુજબ

બનાવવાની રીત :  

 • જામફળના બિયાં કાઢી નાખી તેના નાના ટુકડા કરો.
 • હવે મિક્સરની જારમાં બધી સામગ્રી નાખો અને બારીક ક્રશ કરી લો.
 • આ તૈયાર ગ્રીન ચટણીને અપ્પમ, સમોસા, પકોડા કે ભજીયાં સાથે સર્વ કરો. આમાં તમે ઇચ્છો તો ફુદીનો પણ નાખી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો