રાઇસ ટિક્કા / રેસિપીઃઘરે બનાવો ટેસ્ટી રાઇસ ટિક્કા

Recipes: Make homemade tasty rice tips

Divyabhaskar.com

Dec 05, 2019, 06:55 AM IST

રેસિપીઃપનીર ટિક્કાનું શાક તો તમે બધાએ ખાધું હશે પણ હવે ટ્રાઈ કરો રાઈસ ટિક્કા. તે ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો.

સામગ્રીઃ

 • ભાત - 2 વાટકી
 • ચોખાનો લોટ - અડધી વાટકી
 • મીઠું - સ્વાદ મુજબ
 • બેકિંગ સોડા - પા ચમચી
 • દહીં - 1 વાટકી
 • ચાટ મસાલો - અડધી ચમચી
 • ચણાનો શેકેલો લોટ - 1 ચમચો
 • હળદર - અડધી ચમચી
 • મરચું - અડધી ચમચી
 • ફુદીનાનો પાઉડર - અડધી ચમચી
 • આદું-લસણની પેસ્ટ - અડધી ચમચી
 • શેકેલા જીરાનો પાઉડર - અડધી ચમચી, મરીનો પાઉડર - અડધી ચમચી
 • માખણ - 2 ચમચી
 • સમારેલું કેપ્સિકમ - 1 નંગ
 • સમારેલી ડુંગળી - 1 નંગ
 • સમારેલું ટમેટું - 1 નંગ

બનાવવાની રીત :

 • એક બાઉલમાં તૈયાર ભાત, ચોખાનો લોટ, મીઠું અને સોડા મિક્સ કરો. થોડું-થોડું પાણી ઉમેરતાં જઇ નરમ કણક બાંધો.
 • હવે આ કણકના પનીર જેવા ચોરસ ટુકડા બનાવો. એક તપેલીમાં પાણી ગરમ કરો.
 • તેમાં થોડું તેલ ગરમ કરી પછી ચોખાના આ ટુકડા નાખી મધ્યમ આંચે બફાવા દો.
 • આઠ-દસ દિવસ પછી તેને કાઢી પાણી નિતારી લો. બાઉલમાં પનીરના ટુકડા, ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ અને તમામ મસાલા મિક્સ કરી ફ્રીજમાં આને દસ-પંદર મિનિટ રહેવા દો.
 • તે પછી એક સળિયામાં ભરાવી ગરમ લોઢી પર માખણ લગાવી ચારે તરફથી શેકો. ટિક્કાને લીલી ચટણી અને સલાડ સાથે સર્વ કરો.
X
Recipes: Make homemade tasty rice tips

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી