હળદરના લાડુ / રેસિપીઃશિયાળામાં શરદી-ઉધરસથી બચવા માટે બનાવો હળદરના લાડુ  

Recipes: Make haldar laddu to prevent coughing in winter

Divyabhaskar.com

Nov 25, 2019, 06:55 PM IST

રેસિપીઃ શિયાળામાં ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે. શિયાળામાં શરદી-ઊધરસથી બચવા માટે બનાવો હળદરના લાડુ. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. શિયાળામાં ગોળ, સૂંઠ કે સૂકો મેવો ખાવાથી શરદી-ઉધરસ થતા નથી, શરીરમાં સ્ફૂર્તિ અને ઊર્જા રહે છે.

સામગ્રીઃ

  • લીલી હળદર - 500 ગ્રામ
  • ગોળ - 500 ગ્રામ
  • સૂકા મેવાના ટુકડા - અડધી વાટકી

બનાવવાની રીત :

  • કાચી હળદરને છોલીને છીણી લો. પેનમાં ઘી ગરમ કરીને હળદરને સાંતળી લો. તેમાંથી પાણી શોષાઇ ન જાય ત્યાં સુધી સાંતળો. પેનમાં એક ચમચી ઘી ગરમ કરીને બધા મેવાને શેકો.
  • ગોળનો ભૂકો કરીને તેમાં મિક્સ કરો અને બધું મિક્સ કરી લાડુ વાળો. કાચી હળદર શિયાળામાં ખૂબ લાભકારક રહે છે. એવામાં તેના લાડુ બનાવીને ખાવાથી શરીરને ઉષ્મા પ્રાપ્ત થવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
X
Recipes: Make haldar laddu to prevent coughing in winter

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી