ટેસ્ટી વડાં / રેસિપીઃ નાસ્તામાં ઘરે બનાવો સ્વાદિષ્ટ ટેસ્ટી વડાં

Recipes: Make delicious tasty treats at home for breakfast

Divyabhaskar.com

Jan 01, 2020, 07:43 PM IST

રેસિપી ડેસ્ક. નાસ્તામાં બનાવો આ રીતે બનાવો ટેસ્ટી વડાં. તેમજ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ એકદમ બેસ્ટ છે. શિયાળાની ઠંડીમાં બનાવો ટેસ્ટી વડાં. તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો.

સામગ્રી

 • ડુંગળીની સ્લાઇસ - 2 કપ
 • સણનો પાઉડર - ચપટી
 • સૂંઠ - ચપટી
 • હળદર - ચપટી
 • પલાળીને બાફેલા કાબુલી ચણા - સવા બે કપ
 • બાફેલા બટાકાનો છુંદો - 1 કપ
 • મીઠું- સ્વાદ મુજબ
 • મરચું - જરૂર પૂરતું
 • અજમો - 2 ચમચી
 • બેકિંગ પાઉડર - અડધી ચમચી
 • સમારેલી કોથમીર - 1 કપ
 • દહીં - અડધો કપ
 • સમારેલો ફુદીનો - જરૂર પૂરતો
 • લીંબુનો રસ - 1 ચમચી
 • તેલ - જરૂર મુજબ

બનાવવાની રીત :

 • પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં ડુંગળીની સ્લાઇસને મીઠું નાખીને આછા બ્રાઉન રંગની સાંતળો. તેમાં અજમો, સૂંઠ, લસણનો પાઉડર અને હળદર નાખી વધુ થોડી મિનિટ સાંતળો. તે પછી આંચ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો.
 • જો ઓવનમાં બનાવવા ઇચ્છતાં હો તો તેને અગાઉથી 200 ડિગ્રી ફેરનહિટ પર ગરમ કરી લો. આને તળીને પણ બનાવી શકો છો. કાબુલી ચણા અને બેકિંગ પાઉડરને મિક્સરમાં પેસ્ટ બને ત્યાં સુધી ક્રશ કરો. તેને એક મોટા બાઉલમાં કાઢો.
 • તેમાં બટાકાનો છુંદો, સાંતળેલી ડુંગળી, મરચું અને કોથમીર મિક્સ કરો. તેમાંથી નાનાં નાના ગોળા વાળી ટ્રેમાં પાથરેલા બટર પેપર પર ગોઠવો.
 • જો ઓ‌વનમાં બેક કરવા હોય તો તેના પર તેલ છાંટી ઓવનમાં અડધો કલાક રાખી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બેક કરો. અન્યથા આ બોલ્સને તળી લો.
 • હવે એક બાઉલમાં દહીં, ફુદીનો, લીંબુનો રસ અને સહેજ મીઠું નાખી સારી રીતે વલોવો અને ડિપ તૈયાર કરો. આ ટેસ્ટી ભાજી બોલ્સને ડિપ સાથે સર્વ કરો.
X
Recipes: Make delicious tasty treats at home for breakfast

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી