તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Recipes: Make Delicious Khajurkheer If You Like To Eat Nuts

રેસિપીઃગળ્યું ખાવાનું પસંદ હોય તો બનાવો સ્વાદિષ્ટ ખજૂરની ખીર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રેસિપી ડેસ્કઃ ઘણા લોકોને જમ્યા પછી અથવા ભોજન સાથે કંઇક ગળ્યું ખાવાનું ગમે છે. સામાન્ય રીતે ખીર, શીરો, કસ્ટર્ડ અથવા લાડુ ભોજનની સાથે જ ખાવામાં આવે છે. જમવાની સાથે ટ્રાય કરો ખજૂરની ખીર. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો આજે જ બનાવો ખજૂરની ખીર. 

સામગ્રી

 • 2 લિટર દૂધ
 • 300 ગ્રામ છીણેલું ગાજર
 • 300 ગ્રામ ગોળ
 • 2 ચમચી ઘી
 • સમારેલો સૂકો મેવો
 • 1 વાટકી ઘઉંની થૂલી
 • 1 ચમચી એલચીનો ભૂકો

બનાવવાની રીત :  

 • એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકો. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં સૂકા મેવાને સાંતળીને કાઢી લો. વધેલા ઘીમાં ગાજર નાખી, ઢાંકીને પાંચ મિનિટ વરાળથી બફાવા દો.
 • દૂધ ઉકળીને ઘટ્ટ થઇને અડધા ભાગ જેટલું રહે એટલે તેમાં ઘઉંની થૂલી અને એલચીનો ભૂકો નાખી પાંચેક મિનિટ ખદખદવા દો.
 • આંચ ધીમી રાખી અને સતત હલાવતાં રહો. ગાજરનું છીણ મિક્સ કરીને ખીર જેટલું ઘટ્ટ થવા દો. પછી તેમાં ગોળ ભેળવો.
 • બે મિનિટમાં ગોળ ઓગળી જશે. ગોળ સીધો મિક્સ કરવાથી ખીર ફાટી જવાની શક્યતા રહે છે, તેથી ખીરને ધીમી આંચે રાખીને એક-બે ઊભરા આવવા દો. છેલ્લે સમારેલા સૂકા મેવાથી સજાવટ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો