થ્રી બીન્સ કટલેસ / રેસિપીઃબનાવો સ્વાદિષ્ટ નાસ્તો થ્રી બીન્સ કટલેસ

Recipes: Make delicious breakfast three beans cutlass

Divyabhaskar.com

Dec 31, 2019, 07:22 PM IST
રેસિપી ડેસ્ક. આજે 2019ના વર્ષનો છેલ્લો દિવસ છે અને તમારાં મિત્રવર્તુળમાંથી કોઇક ને કોઇક તો તમને મળવા આવશે જ. અહીં આપેલા વિવિધ નાસ્તા બનાવી તેમને ખવડાવો અને તમે પણ ખાવ થ્રી બીન્સ કટલેસ
સામગ્રી
 • પલાળીને બાફેલા મિક્સ કઠોળ - 1 કપ
 • સમારીને બાફેલા મિક્સ શાક - અડધો કપ
 • બાફેલા બટાકા - 1 નંગ
 • બ્રેડક્રમ્બ્સ - પા કપ
 • સમારેલી ડુંગળી - 1 નંગ
 • સમારેલાં મરચાં - 2 નંગ
 • આદુંનું છીણ - 1 ચમચી
 • લસણની પેસ્ટ - 1 ચમચી
 • ગરમ મસાલો - 1 ચમચી
 • મરચું - અડધી ચમચી
 • સમારેલો ફુદીનો - 2 ચમચા
 • મીઠું અને મરીનો ભૂકો - સ્વાદ મુજબ
 • તેલ - 5 ચમચા
બનાવવાની રીત :
 • મિક્સ કઠોળ - કાબુલી ચણા, રાજમા અને ચોળાને બાફ્યા પછી તેનું પાણી નિતારી લો, જેથી તેનો છુંદો કરતી વખતે તે ભીનાં ન હોય. એવી જ રીતે મિક્સ શાક - ગાજર, મકાઇ, મૂળા, ફણસીને પણ બાફ્યા પછી પાણી નિતારી લઇને સારી રીતે મસળો.
 • હવે એક બાઉલમાં મસળેલું શાક, બટાકા અને કઠોળ મિક્સ કરો. તેમાં આદું, લસણ, ડુંગળી, લીલા મરચાં, કોથમીર અને ફુદીનો સારી રીતે મિક્સ કરો. તે પછી ગરમ માસાલો, મરચું, મીઠું અને મરીનો ભૂકો ભેળવો.
 • બ્રેડક્રમ્બ્સ નાખીને ફરી મિક્સ કરો જેથી લોટ જેવું મિશ્રણ તૈયાર થશે. આને સારી રીતે કૂણવીને તેમાંથી નાની નાની કટલેસ તૈયાર કરો. આને એક ટ્રેમાં ગોઠવી એક કલાક ફ્રીજમાં સેટ થવા માટે રાખો. તે પછી તેને તેલ મૂકી શેકી લો. ક્રિસ્પી કટલેસને ચટણી, ડિપ અથવા ચા સાથે સર્વ કરી શકો છો.
X
Recipes: Make delicious breakfast three beans cutlass

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી