કોકોનટ બરફી / રેસિપીઃનવરાત્રીમાં ખવાતી ફરાળી વાનગીઓમાં બનાવો કોકોનટ બરફી

Recipes: Make coconut barafi in Navratri recipes

Divyabhaskar.com

Oct 05, 2019, 08:54 AM IST

રેસિપી ડેસ્ક. નવરાત્રિમાં ઉપવાસમાં એકનું એક ફરાળ ખઈને તમે પણ કંટાળી ગયા હશો. તો હવે ટ્રાઈ કરો તાજા નારિયેળની બરફી. જે બનાવવામાં પણ સરળ છે અને પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાશે. તો ઘરે જ બનાવો કોકોનટ બરફી.

સામગ્રી

 • 2 કપ તાજું નારિયેળ
 • 1 કપ કંડેન્સ્ડ મિલ્ક
 • 10-12 નંગ પિસ્તા
 • 4-5 ચમચી એલચી પાવડર
 • 2-3 ચમચી ઘી

બનાવવાની રીતઃ

 • નાળિયેરની છાલ કાઢીને તેને છીણી લેવું. ત્યારબાદ છીણેલા નાળિયેરને ક્રશ કરીને લેવું.
 • હવે એક કઢાઈમાં બે ચમચી ઘી નાખીને તેને ગરમ થવા દેવું. ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં 2 કપ છીણેલું નાળિયેર નાખવું. નાળિયેરને ધીમા તાપે શેકી લેવું.
 • બરાબર રીતે નાળિયેર શેકાય જાય ત્યારે તેમાં કંડેન્સ્ડ મિલ્ક નાખવું અને સતત હલાવતા રહેવું. અને જ્યાં સુધી બારબર ચઢી ન થાય મિશ્રણ ત્યાં સુધી હલાવતારહેવું.
 • મિશ્રણ ઘટ જાય ત્યારે તેમાં એલચી પાવડર નાખીને મિશ્રણને સારી રીતે મિક્સ કરવું. મિશ્રણ ઘટ થઈ ત્યારે ગેસ બંધ કરી લો.
 • હવે એક પ્લેટ પર ઘી લગાવીને મિશ્રણ કાઢી લેવું અને તેને સારી રીતે ફેલાવી દેવું.
 • ત્યારબાદ તેના પર પિસ્તા નાખવા અને હવે ચોરસ આકારમાં બરફીને કટ કરીને તેને બરાબર સેટ થવા દેવી.
 • બરફી સેટ થઈને તૈયાર છે. તો તૈયાર છે નાળિયેર બરફી. તેને તમે ફ્રિઝમાં 7-8 દિવસ સુધી રાખી શકો છો.
X
Recipes: Make coconut barafi in Navratri recipes
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી