દાબેલી / રેસિપીઃસાંજે નાસ્તામાં ઘરે જ બનાવો બહાર જેવી સ્વાદિષ્ટ દાબેલી

Recipes: Make breakfast right at home with delicious dabeli like outside

Divyabhaskar.com

Nov 11, 2019, 07:13 AM IST

રેસિપી ડેસ્ક. દાબેલીની વાત આવે એટલે મોંમાં પાણી આવી જાય. ચટાકેદાર દાબેલી ખાવાની જેટલી મજા આવે છે તેટલી જ મજા તેને બનાવવામાં પણ આવે છે. દાબેલી બનાવવામાં વધારે સમય પણ નહીં લાગે તો બનાવો ચટાકેદાર અને સ્વાદિષ્ટ દાબેલી.


સામગ્રી -

 • 8 પાવ
 • 2 ચમચી માખણ
 • અડધો કપ મીઠી ચટણી
 • અડધો કપ લાલ કે લીલી ચટણી
 • 2 ચમચા મસાલા મગફળી
 • અડધો કપ પાતળી સેવ
 • અડધો કપ કાપેલી લીલી કોથમીર
 • એડધો કપ દાડમના દાણાં

દાબેલી સ્ટફિંગ માટે

 • 4 બટાકા
 • 2 ટામેટા
 • 1 લીલું મરચું
 • 1 આદુંનો ટૂકડો
 • 1 ચમચો માખણ
 • 1 ચમચો તેલ
 • 1/2 ચમચી જીરું
 • ચપટી હિંગ
 • 1/2 ચમચી હળદર
 • 3/4 નાની ચમચી ખાંડ
 • 1 નાની ચમચી લીંબુનો રસ
 • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીતઃ

 • બટાકાને બાફીને છોલી કાઢી છીણી નાખો
 • ગરમ તેલમાં સીંગ નાખી મીઠું, મરચું, મરી નાખી સહેજ સાંતળો
 • બટાકાના માવામાં બટાકાવડાં જેવો તમામ મસાલો નાખવો કે પછી તેમાં બજારમાં મળતો દાબેલીનો મસાલો નાંખો
 • પાવને વચ્ચેથી કાપી લો. તવી ગરમ કરો. કાપેલા પાવની ઉપર-નીચે થોડું માખણ લગાવો. પાવને બંને તરફથી સામાન્ય બ્રાઉન રંગનું શેકી લો.
 • પાવના કાપેલા ભાગને ખોલો. ખુલેલા ભાગની અંદર બંને બાજુ એક તરફ મીઠી અને બીજી બાજુ તીખી લીલી ચટણી લગાવો.
 • ત્યારબાદ એક ચમચીથી વધુ દાબેલીનો મસાલો સ્ટફિંગ માટે વચ્ચે મૂકો.
 • તેની ઉપર સીંગ દાણા, 1 ચમચી સેવ, 1 નાની ચમચી કોથમીર અને 1 નાની ચમચી દાડમના દાણાં રાખો. દાબેલીને હાથથી દબાવી બંધ કરી દો.
X
Recipes: Make breakfast right at home with delicious dabeli like outside

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી