પાનના લાડુ / રેસિપીઃ ઘરે બનાવો સ્વીટ પાનના લાડુ, ભોજન પછી ખાવાની મજા આવી જશે

Recipes: Make at home Sweet pudding will be fun after a meal

Divyabhaskar.com

Nov 09, 2019, 06:59 PM IST

રેસિપી ડેસ્ક. અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે ઘરે જ બનાવો પાનના લાડુ. ભોજન પછી પાનના લાડુ ખાવાની મજા આવશે. તેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો.

સામગ્રી

  • 1 વાટકી કોપરાનું છીણ
  • કન્ડેન્સ્ડ મિલ્ક – જરૂર મુજબ
  • 2 ચમચી ગુલકંદ
  • સમારેલો સૂકો મેવો - જરૂર મુજબ
  • 1/2 ચમચી ગુલાબ કતરી અને વરિયાળી
  • 5-7 નંગ નાગરવેલના સમારેલા પાન

બનાવવાની રીત :

  • એક બાઉલમાં કોપરાનું છીણ અને બારીક સમારેલા પાન મિક્સ કરો. તેમાં થોડું થોડું કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરતા જઇ કણક બાંધો અને તેને પાંચ-સાત મિનિટ માટે ઢાંકીને રાખો. સ્ટફિંગ માટે ગુલકંદ, સૂકો મેવો, ગુલાબ કતરી, વરિયાળી, કોપરાનું થોડું છીણ મિક્સ કરો.
  • હથેળીને સહેજ ઘીવાળી કરી થોડું મિશ્રણ લઇ ગોળો વાળો. તેમાં વચ્ચે અંગૂઠાથી દબાવી સ્ટફિંગ કરો.
  • ત્યારબાદ ગોળાને ચારે તરફથી ભેગો કરી ફરીથી તેનો લાડુ વાળો. તેને કોપરાના છીણમાં રગદોળો. આ પાનના લાડુ ભોજન પછી ખાવ. આને બે દિવસ બહાર રાખી શકો છો. જ્યારે ફ્રીજમાં તે અઠવાડિયા સુધી સારા રહે છે.
X
Recipes: Make at home Sweet pudding will be fun after a meal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી