વાલોળનું અથાણું / રેસિપીઃશિયાળામાં ઝટપટ બનાવો વાલોળનું અથાણું

Recipes: Make a quick valor pickle in the winter

Divyabhaskar.com

Dec 25, 2019, 06:43 PM IST
રેસિપી ડેસ્ક. શિયાળામાં શાક ખાવાની વધુ મજા આવતી હોય છે કારણ કે આ સમયે શાક તાજાં મળતા હોય છે. આજે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ વાલોળનું અથાણું. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો બનાવો ફટાફટ વાલોળનું અથાણું.
સામગ્રીઃ
 • વાલોળ - 500 ગ્રામ
 • તેલ - 2 ચમચા
 • હળદર - 1 ચમચી
 • મીઠું - સ્વાદ મુજબ
 • મરચું - જરૂર મુજબ
 • હિંગ - 2 ચપટી
 • રાઇના કુરિયાં - 2 ચમચી
બનાવવાની રીત :
 • વાલોળને થોડી બાફી લો જેથી તે ગળી ન જાય. હવે ગરમ તેલમાં હિંગ અને રાઇનો વઘાર કરો.
 • તેમાં હળદર અને મરચું ભેળવીને સાંતળો.
 • તે પછી મીઠું ભેળવો. ઠંડું થાય એટલે જારમાં ભરી લો. આ અથાણાંને પરોઠાં, પૂરી કે રોટલી સાથે સર્વ કરો.
X
Recipes: Make a quick valor pickle in the winter

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી