પૌષ્ટિક વડા પાઉં / રેસિપીઃનાસ્તામાં બનાવો પૌષ્ટિક વડા પાઉં

Recipes: Make a nutritious head in breakfast vada paau

Divyabhaskar.com

Nov 26, 2019, 06:11 PM IST

રેસિપી ડેસ્ક. સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક આહાર જરૂરી છે. વડાપાંઉ એ મુંબઈની સ્પેશિયલ વાનગી છે. પણ હવે ટ્રાય કરો પૌષ્ટિક વડા પાઉં. જે ખાવામાં પણ ટેસ્ટી છે અને સ્વાસ્થ્ય માટે પણ તદુંરસ્ત છે.

સામગ્રી

 • પાઉં – 6 નંગ
 • બાફેલા બટાકાં – 5-6 નંગ
 • આદું-મરચાંની પેસ્ટ – અઢી ચમચી,
 • જીરું – 1 ચમચી
 • રાઇ – અડધી ચમચી
 • હળદર – પા ચમચી,
 • લીંબુનો રસ – 1 ચમચો
 • અજમો – પા ચમચી
 • ખાવાનો સોડા – ચપટી
 • મરચું – દોઢ ચમચી
 • પાઉંભાજીનો મસાલો – દોઢ ચમચી
 • મીઠું -સ્વાદ મુજબ
 • માખણ – પાઉં શેકવા માટે

બનાવવાની રીત :

 • સૌથી પહેલાં ચણાના લોટમાં અજમો, મીઠું, હળદર અને બેકિંગ સોડા ભેળવો અને થોડું પાણી ભેળવી ખીરું તૈયાર કરો. બાફેલા બટાકાને સારી રીતે મસળીને છૂંદો કરો.
 • હવે થોડું તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, લીમડાનો વઘાર કરો અને તેને મસળેલા બટાકામાં મિક્સ કરો. તે પછી બધો મસાલો તેમાં ભેળવો અને આ બટાકાના છૂંદાને સહેજ સાંતળી લો.
 • ત્યાર બાદ બટાકાના ગોળા વાળી તેને ચણાના લોટના ખીરામાં બોળી નોનસ્ટિક પેનમાં થોડું તેલ મૂકી શેકી લો. હવે નોનસ્ટિકમાં માખણ ગરમ કરી તેમાં પાઉંભાજીનો મસાલો નાખો.
 • પાઉંને આ માખણમાં શેકી વચ્ચેથી ફોલ્ડ થાય એ રીતે કાપો મૂકો. તેને વચમાંથી પણ શેકી લો.
 • હવે દરેક પાઉંમાં એક શેકેલા વડાને સહેજ દબાવીને ગોઠવો. તે પછી પાઉંને સહેજ દબાવી સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
X
Recipes: Make a nutritious head in breakfast vada paau

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી