હાંડવો / રેસિપી: શિયાળામાં બનાવો હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી વાનગી હાંડવો

Recipes: Make a Healthy and Tasty Gujarati dish in handvo

Divyabhaskar.com

Dec 01, 2019, 05:49 PM IST

રેસિપી: હાંડવો એ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. આમાં અલગ-અલગ દાળ મિક્સ કરવાના કારણે શરીરને બધાં જ પોષકતત્વો પણ મળી રહેશે. શિયાળામાં બનાવો ટેસ્ટી અને હેલ્ધી હાંડવો.
સામગ્રી

 • બે કપ ચોખા
 • એક કપ તુવરની દાળ
 • પા કપ અડદની દાળ
 • પા કપ મગની દાળ
 • પા કપ ચણાની દાળ
 • પા કપ ઘઉં
 • પા કપ ખાટું દહીં
 • દસ લીલા મરચાં
 • એક નાનો ટુકડો આદુ
 • પાંચસો ગ્રામ દૂધી
 • સો ગ્રામ તેલ
 • એક ચમચી લાલ મસાલો
 • અડધી ચમચી હળદર
 • બે ચમચી રાઈ
 • બે ચમચી તલ
 • ત્રણ ચમચી ખાંડ
 • બે ચમચી અજમો
 • પા ચમચી મેથી દાણા
 • અડધી ચમચી હિંગ
 • મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીત

 • સૌપ્રથમ ચોખા અને બધા પ્રકારની દાળ અને ઘઉંને ભીના કપડાંથી લૂછી નાખો. હવે ભેગા કરી તેનો કકરો લોટ દળો.
 • હવે આ મિશ્રણમાં ખાટું દહીં, ગરમ પાણી વગેરે મિક્સ કરો. આ મિશ્રણને 7 થી 8 કલાક આથો આવવા માટે ઢાંકી મુકો.
 • આથો આવ્યા પછી તેમાં તેલ, લીંબુનો રસ, સોડિયમ બાયકાર્બોનેટ, ખાંડ, લાલ મસાલો, આદુ-મરચાંની પેસ્ટ, છીણેલી દૂધી, હળદર અને મીઠું નાખીને મિક્સ કરો.
 • હવે એક ડબ્બામાં, કે હાંડવાના કૂકરમાં તેલ લગાવી આ ખીરુ પાથરો. કડાઈમાં પાંચ છ ચમચી તેલ નાખીને તેને ગરમ કરો.
 • તેમાં રાઈ નાખો. 1 મિનિટ પછી તલ, અજમો, મેથી અને હિંગ નાખો. થોડું લાલ થયા પછી તેને ખીરાં પર પાથરી દો.
 • હવે હાંડવાના કૂકરને ઢાંકીને ધીમા ગેસ પર અડધો પોણો કલાક સુધી થવા દો. તો તૈયાર છે હાંડવો.
X
Recipes: Make a Healthy and Tasty Gujarati dish in handvo

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી