પાલકની કઢી / રેસિપીઃકંઇક અલગ ખાવા ઇચ્છતાં હો, તો બનાવો પાલકની કઢી

Recipes: If you want something different, make palk curry

Divyabhaskar.com

Jan 21, 2020, 08:00 PM IST
રેસિપીઃ શિયાળામાં પાલકની ગરમાગરમ ભાજી ખાવાની મજા જ અનેરી છે. સામાન્ય રીતે આલુ-પાલક તો બધાં ખાય છે અને ઘણાં પાલકની ભાજીમાં મગની દાળ બનાવે છે. કંઇક અલગ ખાવા ઇચ્છતાં હો, તો બનાવો પાલકની કઢી.
સામગ્રીઃ
 • છાશ - 4 કપ
 • ચણાનો લોટ - 1 ચમચો
 • પાલક - 300 ગ્રામ
 • તેલ - 1 ચમચો
 • આદું-લસણની પેસ્ટ - 1 ચમચી
 • કોથમીર-મરચાંની પેસ્ટ - 1 ચમચી
 • રાઇ - અડધી ચમચી, જીરું - અડધી ચમચી
 • મેથીદાણા - પા ચમચી
 • હિંગ - ચપટી
 • હળદર - 1 ચમચી
 • લીમડો - 6-7 પાન
 • આખા ધાણા - પા ચમચી
 • વઘાર માટે
 • તેલ - 1 ચમચો
 • મરચું - 1 ચમચી
 • જીરું - પા ચમચી
 • રાઇ - પા ચમચી
 • આખા લાલ મરચાં - 1 નંગ
 • હિંગ - ચપટી
બનાવવાની રીત :
 • છાશમાં હળદર, થોડું મરચું, હિંગ અને ચણાનો લોટ નાખી વલોણાથી ખૂબ હલાવી એકરસ કરો. તેલ ગરમ કરી તેમાં જીરું, રાઇ, આખા ધાણા, મેથીદાણા અને લીમડાનો વઘાર કરો.
 • કોથમીર-મરચાંની પેસ્ટ અને આદું-લસણની પેસ્ટ નાખીને સાંતળો. પાલક નાખો અને મિનિટ સુધી રહેવા દો.
 • તે પછી આંચ મધ્યમ રાખી ચણાના લોટવાળી છાશ રેડી ચમચાથી સતત હલાવતાં રહો.
 • એકાદ-બે ઊભરા આવે એટલે મીઠું નાખો અને મધ્યમ આંચે જ ઊકળવા દો.
 • વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું, રાઇ, મરચું અને આખા મરચાનો વઘાર કરો.
 • તે પછી આંચ પરથી ઉતારી હિંગ નાખી કઢીમાં નાખો. પાલકની ગરમાગરમ કઢી પરોંઠા કે રોટલા સાથે ખાવ.
X
Recipes: If you want something different, make palk curry

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી